________________
પટ્ટાવલી ].
: ર૩૯ :-
શ્રી હીરવિજયસૂરિ
તો ઉપરાઉપરી ઉપવાસ જ કરતાં. હીરવિજયસૂરિ તેમની આવી ત્યાગવૃત્તિ ઉપર મુગ્ધ બન્યા. એક વખત બધા સાધુઓ આહાર-પાણી કરવા બેઠા હતા તે સમયે સૂરિજીએ અમરવિજયજીને કહ્યું કેઃ “મહારાજ ! આજ તે આપ આપના હસ્તથી જ મને આહાર આપ.” કેટલી બધી લઘુતા ! ગુણ પ્રત્યે કેટલો બધો અનુરાગ !
હીરવિજયસૂરિના જીવનની સાર્થકતા સંબંધમાં જેટલું લખીએ તેટલું ઓછું છે. બધું વૃત્તાંત આલેખતા એક મોટે ગ્રંથ જ કરવું પડે. શુદ્ધ ચારિત્ર-પાલન, ઉપદેશક વૃત્તિ અને ગ૭સંભાળની અદ્દભુત શક્તિ હોવા છતાં તેમનામાં ત્યાગવૃત્તિ પણ કંઈ કમ ન હતી. તેઓ હમેશાં ગણત્રીની જ વસ્તુઓ વાપરતા. તેમણે પોતાની જિંદગી દરમ્યાન નીચે પ્રમાણે તપસ્યા કરી હતી.
એકાશી અઠ્ઠમ, સવાબસે છઠ્ઠ, છત્રીસે ઉપવાસ, બે હજાર આયંબિલ, બે હજાર નીવી. આ ઉપરાન્ત વીશ સ્થાનકના વીશ વાર આરાધના કરી, જેમાં ચારસો આયંબિલ અને ચારસો ચોથ ભક્ત કર્યા. સૂરિમંત્રનું ધ્યાન-આરાધન કરવા માટે ત્રણ મહિના ધ્યાનમાં રહ્યા અને તે ત્રણ મહિના ઉપવાસ, આયંબિલ અને નવી તેમ જ એકાસણા આદિમાં જ વ્યતીત કર્યા. જ્ઞાનની આરાધના કરવા માટે પણ તેમણે બાવીશ મહિના તપશ્ચર્યા કરી હતી. ગુરુભક્તિતપમાં પણ તેમણે તેર મહિના પર્યન્ત છઠ્ઠ, અઠ્ઠમ, ઉપવાસ, આયંબિલ અને નવી આદિ કર્યા હતાં.
આ બધા વિવેચન પછી સૂરિજીની વિદ્વત્તાના સંબંધમાં પણ કંઈક નેધવું આવયક થઈ પડશે. તેમના બનાવેલા ગ્રંથો–શાન્તિનાથ રાસ, દ્વાદશજિન વિચાર, મૃગાવતી ચરિત્ર, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ટકા, અંતરીક્ષ પાર્શ્વનાથ સ્તવ વિગેરે પિકી હાલમાં થોડાંક જ ઉપલબ્ધ થાય છે, પરંતુ તેમણે કરેલા કાર્યો તરફ દષ્ટિપાત કરતાં તેમની વિદ્વત્તાના સંબંધમાં વિશેષ લખવાની જરૂર રહેતી નથી.
હીરવિજયસૂરિ એક જબરજસ્ત પ્રભાવક થયા. સમગ્ર સત્તરમા શતક પર તેમને તેમજ તેમના સમર્થ શિષ્યોને સારો પ્રભાવ પાડ્યો હતે. હીરવિજયસૂરિ માટે તેમના સમયમાં અનેક સંસ્કૃત અને ગુજરાતી કાવ્યો રચાયાં છે. ખરેખર શ્રી હીરવિજયસૂરિએ જૈન ધર્મની ઉન્નતિ કરી ધર્મરૂપી મહેલ ઉપર કીતિને કળશ ચઢાવ્યો હતે.
રિજીના જીવનના વિશેષ પરિચય માટે જુઓ નીચેના ગ્રંથસૂરીશ્વર ને સમ્રાટ,
ખંભાતની તીર્થમાળા હીરવિજયસૂરિ રાસ,
હીરવિજયસૂરિ કથા પ્રબંધ લાય રાસ
હીરસૌભાગ્ય કાવ્ય કર્મચંદ્ર પાઈ
જગદગુરુ કાવ્ય પારસ શ
જૈન રાસમાળા ભાગ ૧ હૈ વિજય પ્રાપ્તિ કાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org