________________
પાવલી ]
: ૨૦૩ :- કડવામતી, બીજામતી ને પાયચંદ ગોત્પત્તિ
વિમળસૂરિથી વિમળ શાખાની શરૂઆત થઈ. તેઓ સુવિખ્યાત ઉપદેષ્ટા ઉપરાંત સારા કવિ પણ હતાતેમણે મૃગાપુત્રની સઝાય રચેલી છે. સાહિત્યની દિશામાં સૂયગડાંગસૂત્ર પર તેમની દીપિકા હેવાને ઉલેખ સાંપડે છે. તેમણે પિતાની પાટ પર શ્રી આણંદ વિમળસૂરિને સમર્થ જાણી સ્થાપ્યા અને વિ. સં. ૧૫૮૪ માં સ્વર્ગવાસી થયા. તેમના પ્રશિષ્ય હંસધીરે “હેમવિમળસૂરિ ફાગ રચે છે.
કડવામતી નાડલાઇમાં નાગર જ્ઞાતિને ક નામનો વણિક હતા. પાછળથી તે જૈન થયો, બાદ કાર્ય પ્રસંગે અમદાવાદ આવતાં વિ. સં. ૧૫૧૪ માં તેને આગમિક ગરછના પંન્યાસ શ્રી હરિકીતિ સાથે સંસર્ગ થયો. હરિકીર્તિ એકલા જ ક્રિયાપૂર્વક રહેતા હતા. તેમની પાસે શાસ્ત્રાધ્યયન કરી દીક્ષા લેવાનું કડવાનું મન થયું એટલે હરિકીર્તિએ “ શાસ્ત્રમાં નિર્દિષ્ટ કરેલા શુદ્ધ ગુરુ આ કાળમાં દેખાતા નથી અને તેથી શાસ્ત્રોક્ત દીક્ષા મળશે નહિ” એમ કહ્યું ત્યારે શ્રાવકના જ વેશે છતાં સાધુધર્મપરાયણ રીતે તેણે જુદા જુદા ક્ષેત્રમાં વિહાર કરવો શરૂ કર્યો અને લોકોને પ્રતિબધી પિતાના પક્ષમાં લીધા અને સ્વમતની પુષ્ટિ કરી. આ મતની મુખ્ય માન્યતા એ છે કે વર્તમાનકાળે શુદ્ધ સાધુઓ નજરે પડતા નથી. આ ઉપરાંત ત્રણ થાઈની માન્યતા શરૂ કરી. મૂર્તિપૂજાનો તેઓ નિષેધ કરતા નથી. આ મતની ઉત્પત્તિ વિ. સં. ૧૫૬૨ માં થઈ અને વિ. સં. ૧૫૪ માં કડવાનું મૃત્યુ નીપજયું. આ મતને માનનારા લોકે વીસનગર, થરાદ અને અમદાવાદ આદિ નગરમાં હાલ પણ વિદ્યમાન છે.
બીજામતી (વીજામતી) વિ. સં ૧૫૭૦ માં શું કામતમાંથી નીકળીને વીજા (બીજા) નામના વેષધારીએ પોતાનો સ્વતંત્ર ભત ચલાવ્યો. વેતામ્બર જક પક્ષમાંથી લંકા અને બીજામતી નીકળ્યા પછી પરસ્પર સારું ઘર્ષણ થવા લાગ્યું. ખરતર અને તપગચ્છ વચ્ચે પણ વૈમનસ્ય વધી ગયું અને એક બીજાને ખોટા ઠરાવવા માટે પુસ્તકોની પણ ખોટી રચના થતી. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરે તપગચ્છ સિવાયના બીજા બધા મતે ખાટા છે તે સાબિત કરવા માટે નવીન પુસ્તક રચી ઉય ભાષામાં ઘણું પ્રહારો કર્યા. છેવટે તપગચ્છના નાયક શ્રી વિજયદાનસરિએ વધી પડેલ કલેશ-કુસંપના અગ્નિને શાંત પાડવા તેમના રચેલા “ કમતિમતકાલ” નામના ગ્રંથને જળચરણ કરાવ્યો
પાયચંદ ગચ્છા વિ. સં૧૫૭૨ માં પાર્ધચંદ્ર નાગારી તપાગચ્છના શ્રી સાધુરત્નસૂરિ પાસે દીક્ષા લીધા બાદ કેટલીક જુદી સામાચારી વરૂપી અને પોતાના પક્ષના સમર્થન માટે સારો પ્રચાર કર્યો. તેમને માનનારા પાયચંદ ગચ્છીય કહેવાયા. તેઓ પણ મૂર્તિપૂજામાં માનનારા છે.
सुविहिअमुणिचूडामणि, कुमयतमोमहणमिहिरसममहिमो । आणंदविमलसरी-सरो अ छावण्णधरो ।। १८ ॥
तत्पट्टे श्री आणंदविमलसूरिः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org