________________
પદ્માવલી ]
૧૯૯
લુકા મતાત્પત્તિ
""
वि० सप्तत्यधिकपंचदशशत १५७० वर्षे लुङ्कामतान्निर्गत्य बीजाख्यवेषधरेण "बीजामती ' नातं प्रवर्तितं ॥ तथा वि० द्विसप्तत्यधिकपंचदशशत १५७२ वर्षे नागपुरीयतपा गणान्निर्गत्य उपाध्यायपार्श्वचद्रेण स्वनाम्ना मतं प्रादुष्कृतमिति ॥ १७ ॥
વ્યાખ્યા—શ્રી રત્નશેખરસૂરિની પાટે ત્રેપનમા શ્રી લક્ષ્મીસાગરસૂરિ થયા.
તેમના વિ. સ. ૧૪૬૪ માં ભાદરવા વિદ બીજે જન્મ, વિ. સ. ૧૪૭૭ માં દીક્ષા, વિ. સ’. ૧૪૯૬ માં પંન્યાસપદ, વિ. સ. ૧૫૦૧માં વાચકપ, વિ. સ. ૧૯૦૮માં આચાર્ય પદ અને વિ. સ. ૧૫૧૭માં ગચ્છનાયકની પદવી પ્રાપ્ત થઈ હતી.
શ્રી લક્ષ્મીસાગરસૂરિની પાટે ચાપનમા શ્રી સુમતિસાધુસર થયા.
શ્રી સુમતિસાધુસૂરિની પાટે પ'ચાવનમા પટ્ટધર શ્રી હેમવિમલસૂરિ થયા.
તે શિથિલાચારી સાધુ–સમુદાયની વચ્ચે રહેવા છતાં પણ સાધ્વાચારનું ઉલ્લધન કરનાર ન હતા જેથી બ્રહ્મચર્યના પ્રભાવથી તેમજ નિષ્પરિગ્રહપણાથી તેઓ મહાયશસ્વી, સર્વત્ર પ્રસિદ્ધ અને અનેક સવિજ્ઞ સાધુઓના પરિવારવાળા થયા. તેમના ઢીક્ષિત થયેલ અને તેમને આશ્રયીને રહેલા ધણા સાધુએ ક્રિયાપરાયણ બન્યા, અને તેની સાબિતી તરીકે સમુદાયના આગ્રહ હૈાવા છતાં પણ અન્ય સાધુએદ્વારા લવાયેલ પકવાનાદિ પેાતાની જાતે વાપરતા નહિ.
ઋષિ હાના, ઋષિ શ્રીપતિ અને ઋષિ ગણપતિ પ્રમુખ ધણા ઋષિએ લુંકા મતના ત્યાગ કરીને શ્રી હેમવિમળસૂરિજી પાસે ચારિત્ર અંગીકાર કર્યું હતું.
કાઈ એક સાધુને કંચન(દ્રવ્ય)યુક્ત જાણીને તેને ગચ્છ બહાર કરવામાં આવ્યા હતા. ક્રિયા–શિથિલ મુનિઓની સાથે રહેવા છતાં પણ હેમવિમલસૂરિના ચારિત્ર સંબંધી શંકા કરવાની જરૂર નથી, કારણ કે ગણનાયક ઢાવાથી તેઓ શુધ્ધ ચારિત્રધારી હતા. વળી સિધ્ધાંતમાં કહ્યું પણ છે કે—
એર’ડાથી વીંટળાયેલ એક શાલવૃક્ષ પણ પ્રશંસાપાત્ર છે.
“હાલમાં સાધુએ જણાતા નથી” એવી પ્રરૂપણા કરનાર કટુક નામના ગૃહસ્થે વિ. સં. ૧૫૬૨ માં ત્રણ થાયની વાસનાયુકત કડવા મત(કડવામતી) પ્રચલિત કર્યાં. ત્યારબાદ વિ. સં.૧૫૭૦ માં બીજા નામના વૈષધરે લુંકા મતને ત્યાગ કરીને પેાતાના “ ખીજામતી” નામના મત પ્રચલિત કર્યાં. તેમજ વિ. સ. ૧૫૭૨ માં નાગપુરીય તપગચ્છમાંથી નીકળીને ઉપાધ્યાય પાશ્ર્ચંદ્રે પોતાના નામના નવીન મત (પાર્શ્વચંદ્ર ગચ્છ) શરૂ કર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org