SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પટ્ટાવલી ] * ૧૮૭ શ્રી દેવસુંદરસૂરિ ૧૪૬૬ માં વાચકપદ મળ્યું હતુ. જ્યારે વિ. સ. ૧૪૭૮ માં આચાર્ય પદ પ્રદાન થયું ત્યારે વડનગરના વાસી શા દેવરાજે ૩૨૦૦૦ ટક(એક જાતનું નાણું )ના વ્યય કરીને મહાત્સવ કર્યાં હતા. તેઓ વિ. સ. ૧૫૦૩ માં કાર્તિક શુદ્ધિ ૧ ને દિવસે સ્વર્ગવાસી થયા. શ્રી મુનિસુંદરસૂરિની પાર્ટ બાવનમા પટ્ટધર તરીકે શ્રી રત્નશેખરસૂરિ થયા. તેમના વિ. સં. ૧૪૫૭ અને કેટલાકના મતે વિ. સ. ૧૪૫૨ માં જન્મ થયા હતા. વિ. સ. ૧૪૬૩ માં દીક્ષા, વિ. સ’. ૧૪૮૩ માં પંડિત પદ, વિ. સ. ૧૪૯૩ માં વાચક પદ, વિ. સ. ૧૫૦૨ આચાર્ય પદ્મ અને વિ. સ’, ૧૫૧૭ માં પેષ વિદે છઠ્ઠું સ્વર્ગવાસ થયા હતા. “ માંખી' નામના પડિતે ખંભાતમાં તેમને “ બાલસરસ્વતી ” એવુ બિરુદ આપ્યુ હતું. ', શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિ, શ્રાવિધિસૂત્ર વૃત્તિ, આચારપ્રદીપ વિગેરે ચાની તેમણે રચના કરી હતી. આ સમયે વિ. સ. ૧૫૦૮ માં લુંકા નામના લેખકથી ( લહીયાથી ) જિનપ્રતિમાનું ઉત્થાપન કરનાર લુંકા મત પ્રચલિત થયો. " તેમનામાં વેષધારી સાધુએ તા વ. સ. ૧૫૩૩ માં થયા અને તેમાં “ ભાણા નામના સાથી પ્રથમ વેબધારી થયા હતા. ૪૯. શ્રી દેવસુ’દરસૂરિ. જન્મ વિ. સં. ૧૩૯૬: દીક્ષા વિ. સ. ૧૪૦૪ઃ સૂરિપદ વિ. સં. ૧૪૨૦: શ્રી દેવસુદરસૂરિ શ્રી સામતિલકસૂરિની પાટે આવ્યા.તેમના કયા ગામમાં જન્મ થયા હતા અને તેમની કૌટુંબિક હકીકત કેવી હતી તેને લગતી વિગત મળી શકતી નથી, પરંતુ તેમણે વિ. સ. ૧૪૦૪માં મહેશ્વર ગામમાં દીક્ષા લીધી હતી અને તેમને વિ. સ. ૧૪૨૦માં અણુહીલ્લપુર પાટણમાં મહાત્સવપૂર્વક આચાય પદવી આપવામાં આવી હતી. તેમના શરીર પરના ચિહ્ના તથા લક્ષણા ઉત્તમ પ્રકારના હતા અને તેથી તેમની પ્રતિભા સત્ર પડતી. એકદા ત્રણસે ચેાગીના પરિવારવાળા ઉદયીપા નામના ચેાગીએ પ્રગટપણે શ્રી દેવસુંદરસૂરિની બહુમાનયુક્ત સ્તુતિ કરી હતી. કોઇ ભક્તે તેનુ કારણ પૂછતાં ઉદયીપા યાગીએ જણાવ્યું હતુ કે-“મારા ગુરુ કયરીપાએ મને જણાયું હતું કે ‘પદ્મ, અક્ષ, દંડ, પરિકર વિગેરે લક્ષણાથી જે યુક્ત હાય તેને તારે વંદન કરવુ’ એ વચનાનુસાર તે તે સ લક્ષણાથી યુક્ત આ સૂરિવરને જોઇને મે વંદન કર્યુ છે.” આટલે પ્રભાવ સૂરિજી જૈનેતર સમાજમાં પણ વિસ્તારી શકા હતા. તેમના શિષ્યસમુદાય Jain Education International 39 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy