________________
શ્રી સોમતિલકસૂરિ : ૧૮૬ :
[ શ્રી તપાગચ્છ દૂરદેશાવરથી પણ પોતાના પાપકા–નિંઘ કાર્યોને પત્રદ્વારા જણાવીને તેમના મુખકમળથી ફરમાવાએલી આલોચના (પ્રાયશ્ચિત્ત) સ્વીકારી હતી.
યોગશાસ્ત્ર, ઉપદેશમાળા, ષડાવશ્યક, નવતત્વ બાલાવબોધ, ભાષ્યાવચૂર્ણ તેમજ કલ્યાણ સ્તોત્ર વિગેરે તેમની કૃતિઓ છે.
તેમના (૧) શ્રી મુનિસુંદરસૂરિ, (૨) “કૃષ્ણસરરવતી” બિરુદને ધારણ કરનાર શ્રી જયસુંદરસૂરિ, (૩) મહાવિદ્યાવિડંબનટિપ્પન રચનાર શ્રી ભુવનસુંદરસૂરિ તેમજ (૪) અગ્યાર અંગેના જ્ઞાતા અને દિવાલીક૯૫ના રચનાર શ્રી જિનસુંદરસૂરિ વિગેરે શિષ્ય હતા. તે શિષ્યોથી પરિવરેલા શ્રી સોમસુંદરસૂરિએ રાણકપુરમાં ધન (ધરણુ)ષ્ટીકૃત ચૌમુખવિહારમાં અષભજિનેશ્વર આદિ અનેક બિંબોની પ્રતિષ્ઠા કરાવી હતી. અનેક ભવ્ય જીને પ્રતિબોધ પમાડીને અને શાસનને ઉઘાત કરીને તેઓ વિ. સં. ૧૪૯૯ માં વર્ગવાસી થયા. - શ્રી સોમસુંદરસૂરિની પાટે એકાવનમા પદધર શ્રી મુનિસુંદરસૂરિ થયા. તેમણે અનેક પ્રાસાદે, કમળ, ચક્ર, ષકારક, ક્રિયાગુપ્તક, અર્ધબ્રમ, સર્વતે ભદ્ર, મુરજ, સિંહાસન, અશોક, ભેરી, સમવસરણ, સરોવર, આઠ મહાપ્રાતિહાર્યાદિ નવીન ત્રણ રચનાવાળા અને તર્ક-પ્રયોગાદિ અનેક ચિત્રાક્ષર, દ્વચક્ષર, પાંચ વર્ગના પરિવાર વિગેરે અનેક સ્તવમય શ્રી “ત્રિદશતરંગિણી” નામની એક સે આઠ હાથ (૧૦૮) લાંબી પત્રિકા લખીને ગુરુને એકલી હતી. ચાર પ્રકારની વિદ્યામાં વિચક્ષણ તેમણે ઉપદેશરત્નાકર પ્રમુખ ગ્રંથની રચના કરી હતી. દફતરખાને તેમને શ્રી સ્તંભતીર્થે “વાદિગોકલપંઢ” એવું બિરુદ આપ્યું હતું, તેમજ દક્ષિણ દેશમાં તેમણે “કાલસરસ્વતી” નામનું બિરુદ મેળવ્યું હતું. તેઓ આઠ વર્ષ ગણનાયક અને પછીના ત્રણ વર્ષ યુગપ્રધાન તરીકે કહેવાયા હતા. તેઓ પોતાની આસપાસ થનારા ૧૦૮ અવાજને પૃથફ પૃથફ જાણનારા હતા. બાળવયથી જ હજાર અવધાન કરનાર હતા. ગિનીએ કરેલા મરકીના ઉપદ્રવની શાન્તિ માટે મહિમાયુક્ત સંતિક સ્તવની તેમણે રચના કરી; તેમજ વિધિપૂર્વક ચોવીશ વાર સૂરિમંત્રની આરાધના કરી. તેમાં ય પણ ચૌદ વાર ચંપરાજ વિગેરે રાજાઓએ પિતપોતાના દેશમાં ગુરુના ઉપદેશથી અમારી પ્રવર્તાવી હતી. આ ઉપરાંત શહી દેશના રાજા સહસ્ત્રમલે પણ અમારી પ્રવર્તાવી અને તેથી ગુરુએ તેના દેશમાં તીડને ઉપદ્રવ શાન્ત કર્યો હતે.
શ્રી મુનિસુંદરસૂરિને ૧૪૩૬ માં જન્મ, વિ. સં. ૧૪૪૩ માં દીક્ષા, વિ. સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org