________________
શ્રી વિદ્યાનંદસૂરિ
* ૧૬૮
[ શ્રી તપાગચ્છ
તમે એક જ સ્થાને એક જ ઉપાશ્રયમાં ક્રમ રહ્યા છે!” ત્યારે જવાબમાં તેમણે જણાવ્યું કે-“ અમે તે। નિમી અને નિરહંકારી છીએ. વિજયચંદ્રસૂરિએ લાગલાગટ બાર વર્ષ સુધી ખંભાતમાં વડી પેાશાલ( ઉપાશ્રય )માં વાસ કર્યો એટલે માલવદેશ તરફથા આવેલા શ્રી દેવેન્દ્રસૂરિને લઘુ પાશાળમાં ઊતરવું પડયું. ત્યારથી વિજયચ'દ્રસૂરિના સંપ્રદાયને ‘‘વૃદ્ધપૌશાલિક' અને શ્રી દેવેન્દ્રસૂરિની શિષ્યસંતતિને લઘુપાશાલિક ' એવા નામથી ઓળખાવવામાં આવે છે. શ્રી વિજયચંદ્રસૂરિએ જે છૂટછાટા આપી હતી તે નીચે મુજબ હતી.
܀
(૧) સાધુએ વસ્રની પાટલીઓ રાખવી (ર) હંમેશ વિગય વાપરવાની છૂટ (૩) વજ્ર ધાવાની છૂટ
(૪) ગાચરીમાં ફળ-શાક ગ્રહણ કરવાની છૂટ (૫) સાધુ સાધ્વીઆને નીવીના પચ્ચખ્ખાણમાં (૬) સાધ્વીએ વહારી લાવેલ આહાર સાધુને સ્વીકારવાની છૂટ
શ્વેત
વાપરવાની છૂટ
(૭) હુંમેરા એ પ્રકારના પચ્ચખ્ખાણની છૂટ
(૮) ગૃહસ્થાને રાજી રાખવા તેમની સાથે પ્રતિક્રમણ કરવાની છૂટ
(૯) સવિભાગને દિવસે તેને ઘેર વહેારવા જવાની છૂટ
(૧૦) લેપની સિધિ રાખવાના છૂટ
(૧૧) તરતનું જ ઊનું પાણી વહેારવાની છૂટ વિગેરે વિગેરે
આવી જાતના વનથા તેમની શક્તિ પ્રકાશમાં આવવાને બદલે અવરાઇ ગઇ. તેમની ક્રાઇ સ્વતંત્ર કૃતિ જાણુમાં નથી પણ તેમણે શ્રી દેવેન્દ્રસૂરિને સશોધન આદિમાં તેમજ સુદર્શન ચરિત્રની રચનામાં સારી સહાય કરી હતી. આ ઉપરાંત તાડપત્ર પર ત્રતા લખાવવા માટે ઉપદેશ આપ્યા હતા. તેમના વજ્રસેન, પદ્મચદ્ર ને ક્ષેમકીર્તિ નામના શિષ્યા હતા. ક્ષેમકીર્તિએ ભદ્રબાહુવામીરચિત બૃહતકલ્પસૂત્ર પર વિશેષ વિવરણુ કરવા માટે વિવૃત્તિ-વૃત્તિ રચી હતી.
શ્રી વિદ્યાનસૂરિ
તેએ માળવામાં આવેલ ઉજ્જૈન શહેરમાં રહેતા હતા. તેઓના પિતાનુ નામ જિનભદ્ર હતુ, અને તેમનું પેાતાનુ નામ વીરધવલ હતું. વીરધવલ શાંત પ્રકૃતિના અને ઉમદા સ્વભાવના હતા. ચેાગ્ય વય થતાં પિતાએ વિવાહ માટે પાણિગ્રહણુ મહે।ત્સવ શરૂ કર્યાં. દૈવયેાગે આ જ સમયે શ્રી દેવેન્દ્રસૂરિ સાથે તેના સગમ–મેળાપ થયા અને તેની અદ્ભુત વ્યાખ્યાનશૈલીએ વીરધવળના મન પર અજબ અસર કરી. પારસમણિના સંગ કાને પ્રતિભા નથી અપાવતા ? ગુરુઉપદેશના પ્રભાવે તેમણે લગ્ન નહીં કરતાં વિ. સ. ૧૩૦૨ માં સંયમ સ્વીકાર્યું'. આ કઇ જેવું' તેવું કામ નહાતુ. પોતાની જીવનનૌકાને તદ્દન ઊલટી જ રીતે વાળી હતી. સંસારસાગરમાં ડૂબવા કરતાં નિસ્તાર પામવાનું તેમણે પસંદ કર્યું હતું. પણ સમથ આત્માને શું શકય નથી ? ધીમે ધીમે તેમણે અધ્યયન શરૂ કર્યું" અને વિશારદપણું પ્રાપ્ત કર્યું. દેવેન્દ્રસૂરિ સાથે વિહાર કરતાં કરતાં તે પ્રહ્લાદનપુર આવ્યા ત્યારે ત્યાંના શ્રેષ્ઠીઓએ વેન્દ્રસૂરિને કાઇ પણ ઉત્તમ શિષ્યને આચાય પદ્મવી આપવાની પ્રાર્થના કરી. ત્યારે ગુરુએ વીરધવલને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org