________________
અંચલગચ્છની ઉત્પત્તિ
ક ૧૪૪ :
[ શ્રી તપાગચ્છ શ્વરસૂરિ કે જિનવલભસૂરિને ખરતર મતના આદ્ય પ્રરૂપક કહે છે પણ પટ્ટાવલીમાં દર્શાવેલ ખરતર મતોત્પત્તિના ૧૨૦૪ ના સંવત સાથે તેમનો મેળ ખાતો નથી. તેમજ જિનેશ્વરસૂરિ કે નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિએ પિતાના ગ્રંથની પ્રશસ્તિમાં “ ખરતર ગ૭ ” નું નામ આપ્યું જણાતું નથી. જિનદત્તસૂરિ પ્રભાવિક અને ચમત્કારિક હતા. તેમણે એક લાખ ત્રીસ હજાર રાજપુતોને પ્રતિબોધી જેન ધર્મમાં સ્થિર કર્યા હતા.
તેમણે ૫૦૦ સાધુ તેમજ ૭૦ ૦ સાધ્વીઓને દીક્ષા આપી હતી. વિ. સં. ૧૨૧૧ માં અજમેર નગરમાં તેમનો સ્વર્ગવાસ થયો. તેમણે પોતાની પાટે શ્રી જિનચંદ્રસૂરિને રાખ્યા હતા. તેઓ ઉત્તર હિંદુસ્તાનમાં બહુ જ માનનીય પુરુષ મનાય છે અને “દાદાજી” ના નામે પ્રસિધ્ધ છે. તેમની પાદુકા ઠેકાણે ઠેકાણે છે અને તેનું પૂજન કરવામાં આવે છે. તેમણે સાહિત્યના ક્ષેત્રમાં પણ સારો ઉપકાર કર્યો છે. તેમણે રચેલા ગ્રંથા પૈકી કેટલાકની યાદી નીચે પ્રમાણે છે. સંદેહદોહાવલી.
કાલસ્વરૂપ દ્વાત્રિશિકા ઉસૂત્ર પટઘટ્ટન કુલક
પાર્શ્વનાથ તેત્ર ઉપદેશ કુલક
ગુરુપરતંત્ર સ્તોત્ર અવસ્થા કુલક
સંજય સ્તોત્ર ચિત્યવંદન ફલક
ખૂંધમવહુઉ સ્તોત્ર ગણધર સાર્ધશતક
મહરહિય સ્તોત્ર ચર્ચરી પ્રકરણ
યદંઘી સ્તુતિ પ્રબોધેય ગ્રંથ
શુકન શાસ્ત્ર પદસ્થાન વિધિ
અધ્યાત્મ દીપિકા વિગેરે વિગેરે
અંચળગચ્છની ઉત્પત્તિ વિક્રમના તેરમા સૈકામાં સાધુઓ વધુ પ્રમાણમાં શિથિલાચારી થવા લાગ્યા અને પિતાપિતાની વેચ્છાએ અવનવી ક્રિયા સ્વીકારી સ્વમતને પ્રચાર કરવા લાગ્યા. આ જ સૈકામાં ખરતર, અંચળ, સાર્ધપૌર્ણિમિય અને આગમિક મતની ઉત્પત્તિ થવા પામી તે જ આ વાતનું સમર્થન કરે સિંહસૂરિની પાસે દંત્રાણાના રહીશ કેણુ વ્યવહારીઆના પુત્ર દુએ દીક્ષા સ્વીકારી. તેમની બુદ્ધિ તીવ્ર હોવાથી ધીમે ધીમે આગમાભ્યાસમાં પ્રવીણ થવા લાગ્યા. એકદા દશવૈકાલિકને સાતમા અધ્યયનની છઠ્ઠી ગાથા ભણતાં તેને વિચાર ઉદ્દભવ્યો. તે ગાથા નીચે પ્રમાણે હતી–
सीओदगं न सेविज्जा, सिलावुद्धि हिमाणिय ।
उसणादगं तह फासुयं, पडिगाहिज्झ संजए ॥ આને અર્થ એ થાય છે કે-સચિત્ત પણ ન સેવવું, હિમને પણ ઉપયોગ ન કરે, ઊનું તેમજ ફાસુ પાણી લેવું. આને અર્થ વિચારતાં, ઉપાશ્રયમાં સચિત્ત પાણીના માટલા ભરેલા દેખી ગુરુ પાસે આવી પૂછયું-“હે ભગવન્ ! આપણે શું કહીએ છીએ અને શું કરીએ છીએ ? આપણું કથનાનુસાર આપણું વર્તન જણાતું નથી.' એમ કહી ઉપલી ગાથા કહી સંભળાવી. એટલે ગુરુએ કહ્યું કે- એ બધી ચોથા આરાની વાત છે; પાંચમા આરામાં તે પળે નહિ.' એટલે તેમણે કહ્યું કે તે પ્રમાણે પળે તો લાભ કે નુકશાન ?' ગુરુએ લાભની વાત જણાવતાં તેમણે તે શધ માર્ગ આદર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org