________________
પટ્ટાવલી ]
૧૪૩
ખરતર મતાત્તિ
સિદ્ધરાજજયસિ’હું પણુ અજિતદેવસૂરિને માનનીય ગણુતા ને તેમની સાથે ધમાઁચર્ચા કરી નવુ' જ્ઞાન મેળવતા. તેમણે જિરાઉલી તીર્થની સ્થાપના કરી કહેવાય છે. તેમના સમયની આસપાસ જુદા જુદા ગચ્છા-મતાની ઉત્પત્તિ વિશેષ પ્રમાણમાં થવા પામી હતી.
ખરતર મતાત્પત્તિ
ખરતર ગચ્છની ઉત્પત્તિ શ્રી જિનવ્રુત્તસૂરિથી માનવામાં આવે છે. ધંધુકાના મંત્રોશ્વર વાગિ શ્રેણીને ત્યાં તેમને વિ. સ, ૧૧૩૨ માં જન્મ થયા હતા. માતાનું નામ વાહુડ દેવી હતુ. તેમનુ' સંસારાવસ્થાનું નામ સામચંદ્ર હતું. બાલ્યકાળથી તેમની પ્રજ્ઞા ઘણી જ તીવ્ર હતી અને તેથી અલ્પ સમયમાં તેમણે સારી વિદ્યાપ્રાપ્તિ કરી હતી. ગુરુ-સસ`વધતાં તેમને સંસાર પ્રત્યે નિવેદ ઉપજ્યું। અને માતપતાને સમજાવી નવ વર્ષની ઉંમરે વિ.સ.૧૧૪૧ માં દીક્ષા અ°ગીકાર કરી, તેમના દીક્ષાગુરુ વાચક દેવભદ્ર ગણુ હતા અને તેમનું “ સામચંદ્ર'' મુનિ એવું નામ રાખવામાં આવ્યુ હતું.
પછી વિશેષ વિદ્યાભ્યાસ માટે તેમને અન્ય ગુરુની નિશ્રામાં સાંપવામાં આવ્યા અને કાલક્રમે શાસ્ત્રમાં પારગત થતા અનુક્રમે એક એક પદવી-પ્રદાન થતાં તેમને ૧૧૬૯ માં આચાય` પદ આપવામાં આવ્યું અને “જિનદત્તસૂરિ ” એવું નામાભિધાન રાખવામાં આવ્યુ, તેમણે ચિતેાડમાં શ્રી સિદ્ધસેન દીવાકરે જે પુસ્તક વાંચી વિદ્યાપ્રાપ્તિ કરી હતી તે જ પુસ્તક તે જ સ્થાનમાંથી કાઢી, વાંચી, વિદ્યા અવધારી પાછું મૂકી દીધું હતું. તેવી જ રીતે ઉજ્જૈનમાં પણ મહાકાળીના મંદિરમાં શ્રી સિધ્ધસેન દીવાકરના જ રચેલ અપૂર્વ ગ્રંથ મેળવી, વાંચી, વિદ્યાપ્રાપ્તિ કરી હતી. સાડાત્રણ કરાડ વાર માચાખીજ તે જાપ કરવાથી તેમને દેવસહાય પ્રાપ્ત થઇ હતી. એમ કહેવાય છે કે આ જાપમાં વિઘ્ન ઊભું કરવા માટે ચેાસઢ યાગિણીએ અનેક પ્રયત્ના કરવા છતાં સફળતા મળી ન હતી અને પરિણામે ગુરુએ સ્વશક્તિબળે તેમને પરાભવ પમાડીને પેાતાને વશ કરી લીધી હતી,
તેમણે તેમના જીવન દરમ્યાન ધણા ચમકારા કરી ખતાવ્યાનું કહેવાય છે. શ્રી જિનદત્તસૂરિ વિહાર કરતાં કરતાં વડનગર આવ્યા. દ્વેષી બ્રાહ્મણેાએ એક મરેલી ગાયને જિનમંદિર આગળ મૂકીને અા ફેલાવી કે જૈનો હિંસક છે. આ બનાવથી શ્રાવકવર્ગ વ્યાકુળ થઇ ગયા અને આ અપવાદ દૂર કરવા માટે ગુરુને પ્રાર્થના કરી. ગુરુએ આશ્વાસન આપી મંત્રજાપ કરી વ્યંતરને ખેલાવ્યે ને આજ્ઞા આપી કે— આ મૃત ગાયના શરીરમાં પ્રવેશ કરી, તેને જીવંત સ્વરૂપ બનાવી શિવમંદિર સુધી લઇ જાએ અને પછી ત્યાં મૃત કલેવરને પડયું રહેવા દઈ ચાલ્યા જાઓ. ' લેાકાના ભારે આશ્ચર્ય વચ્ચે મરેલી ગાય ઊભી થઈ ચાલવા લાગી અને શિવમંદિર પાસે જઇ પુનઃ મરદશાને પાત્ર થઇ. આથી બ્રાહ્મણવર્ગ અતિશય ગભરાયે! અને ગુરુના મહાત્મ્યથી ભય પામી, ગુરુ પાસે આવી પેાતાના અકૃત્યની માફી માગી
આવી જ રીતે દેવસહાયથી ભરુચ નગરમાં મેાગલ બાદશાહના મરેલા પુત્રને સજીવન કર્યાં હતા. તેઓના દીક્ષાગુરુ તા દેવભદ્ર વાચક હતા, પણ શ્રીમાન અભયદેવસૂરિના પટ્ટધર શ્રી જિનવલ્લભસૂરિના અવસાન બાદ જિનદત્તસૂરિ સમાન કાઇ સમથ પુરુષ નજરે નહિ' આવવાથી તેમને જિનવલ્લભસૂરિના પટ્ટધર તરીકે સ્થાપ્યા હતા.
જિનદત્તસૂરિ જરા મગરૂર સ્વભાવના હતા ઘણી સૂક્ષ્મ રીતે આપતા. તેથી લાકામાં “ ખરતર
4
Jain Education International
અને તેમને પૂછવામાં આવતા પ્રશ્નના જવાબ એવા નામથી પ્રસિધ્ધિ પામ્યા. કેટલાકા જિને
For Private & Personal Use Only
www.jainelibrary.org