________________
પટ્ટાવલી ]
- ૧૨૩ :-
શ્રી જિનવલ્લભસૂરિ છ કલ્યાણક પ્રરૂપક શ્રી જિનવલભસૂરિ ભોજરાજાની ધારા નગરીમાં લક્ષ્મીપતિ નામે એકી રહેતા હતા. તે અતિથિસત્કાર કરવામાં એક હતો. એકદા શ્રીધર ને શ્રીપતિ નામના બે બ્રાહ્મણે તેને ઘેર આવી ચડ્યા. તેને સંતોષપૂર્વક ભિક્ષા આપી. પછી તે તે હમેશાં ભિક્ષાથે ત્યાં જ આવવા લાગ્યા. તે શ્રેણીના ઘરની સન્મુખ ભીંત પર વીશ લાખ ટકા ખર્ચીને લેખ લખાતો હતો તે બને કિજે હમેશાં વાંચતા અને પ્રજ્ઞા પ્રકૃષ્ટતાથી તે તેમને યાદ રહી જતું, દૈવયોગે તે નગરીમાં અગ્નિપ્રક૫ થયો એટલે બીજાની સાથે સાથે લક્ષ્મીપતિ શ્રેણીનું ગૃહ ૫ણ બળી ગયું. શેઠને પોતાનું ઘર બળી ગયાને જેટલે સંતાપ થતો હતો તે કરતાં વિશેષ સંતાપ તે લેખ બળી જવાથી થતો હતો તેથી શેઠને ચિંતાગ્રસ્ત સ્થિતિમાં જોઈને તે દ્વિજોએ તેનું કારણ પૂછ્યું, એટલે શેઠે પિતાનું મનદુઃખ કહી સંભળાવ્યું. તે દ્વિજોએ શેઠને આશ્વાસન આપ્યું અને તે આ લેખ સ્વબુદ્ધિબળથી કહી બતાવ્યું. આથી શેઠને અતિવ હર્ષ થયો ને તેને બહુમાનપૂર્વક વિશેષ સત્કાર કર્યો. શેઠે મનમાં વિચાર્યું કે જે આ બંને દ્વિજો જેની દીક્ષા સ્વીકારે તે શાસનની જરૂર ઉન્નતિ થાય.
એવામાં શ્રી વર્ધમાનસૂરિ વિહાર કરતાં કરતાં ત્યાં આવી ચડ્યા. તે બંને બ્રાહ્મણે યુક્ત લક્ષ્મીપતિ શેઠ તેમને વંદન કરવા ગયો. વંદન બાદ યોગ્ય સ્થાને બેઠા પછી ગુરુએ તે બંને દ્વિજની આકૃતિ જોઈ જણાવ્યું કે આ બંને કઇ લક્ષણવાળા છે તેથી સ્વપરને હિતકારી થશે.” ભાગ્યાનુયોગે તે બંનેને પણ દીક્ષા લેવાને અભિલાષ થયો. ગુરુએ દીક્ષા આપી તેમને શાસ્ત્રાધ્યયન શરૂ કરાવ્યું. શાસ્ત્રમાં સારી રીતે વિચક્ષણતા પ્રાપ્ત કર્યા પછી તેમને આચાર્યપદે સ્થાપન કર્યા અને શ્રીધરનું જિનેશ્વરસૂરિ ને શ્રીપતિનું બુદ્ધિસાગરસૂરિ નામ રાખ્યું. શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરે બુદ્ધિસાગર નામનું આઠ હજાર કપ્રમાણુ નવું વ્યાકરણ રચ્યું છે.
જિનેશ્વરસૂરિને જિનવલ્લભ નામના શિષ્ય હતા. જિનેશ્વરસૂરિ ચિત્યવાસી થયા.એક દિવસ ગુરુની પાસે શ્રી દશવૈકાલિક સૂત્રનું અધ્યયન કરતાં સાધુઓનો યથાસ્થિત આચાર જાણવામાં આવ્યો તેથી તેમણે ગુરુને તેમના શિથિલાચાર માટે પૂછયું ત્યારે ગુરુએ પોતાને કર્મોદય જણાવ્યો. જિનવલ્લભસૂરિને સત્ય વસ્તુ જાણવાની ભૂખ જાગી એટલે પછી સ્વગુરુની રજા લઈ શ્રી અભયદેવસૂરિ પાસે ગયા અને શાસ્ત્રનું વિશેષ અધ્યયન શરૂ કર્યું. ધીમે ધીમે સકલ શાસ્ત્રનો અભ્યાસ કરી તેઓ ગીતાર્થ થયા
પ્રભાવક ચરિત્રકાર કૂચ્ચેપુરગચ્છીય જિનેશ્વરસૂરિને ચૈત્યવાસી નહિ પણ ચિત્યવાસી મતને પરાસ્ત કરનાર માને છે. વીરવંશાવળી કાર પણ તેમજ માને છે. વિશેષમાં તે જાવે છે કે-દુર્લભરાજની ' સભામાં ચૈત્યવાસી ને તેમની વચ્ચે વાદ થતાં તેમણે પ્રતિપક્ષીઓને પરાજય પમાડયો એટલે દુર્લભ : રાજે કહ્યું કે- આ આચાર્ય ( ખરું ?' બોલ્યા ત્યારથી જિનેશ્વરસૂરિ “ખરતર કહેવાયા ને તેમની પરંપરા ખરતર ગચ્છીય કહેવાણી. જે આ ઘટના સત્ય હોય તો ખરતર ગ૭ ૧૨૦૪ માં નહિં પણ તેથી પહેલા શરૂ થયો હોવો જોઈએ, ને તેના આધસ્થાપક શ્રી જિનદત્તસૂરિ નહિં પણ શ્રી જિનેશ્વરસૂરિ જ માની શકાય. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ પણ શ્રી જિનેશ્વરસૂરિના જ શિષ્ય હતા અને તેથી તેમને પણ “ખરતર' ગણી શકાય છતાં તેમના કોઈ પણ ગ્રંથની પ્રશસ્તિમાં તેમણે તે ઉલ્લેખ કર્યાનું જાણવામાં નથી, પટ્ટાવલી વિગેરેમાં ૧૨૦૪ માં શ્રી જિનદત્તરિથી જ ખરતર ગ૭ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org