SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ધનપાળ • ૧૧૦ [ શ્રી તપાગચ્છ વિસરાયું ન હતું. શે।ભન મુનિએ અવસર થતાં એ ચાલાક મુનિઓને ધનપાળના ગૃહે જ ગોચરી માટે મેાકલ્યા. ધનપાળ આ સમયે સ્નાન કરવા બેઠા હતા અને અને મુનિએ ‘ધર્મ લાભ' કહીને ઊભા રહ્યા. ધનપાળની સ્ત્રી ધનપાળના માનસિક રંગથી રંગાયેલી જ હતી એટલે તેણે પણ જૈન સાધુને ગેાચરી આપવાની ના પાડી. આ સાંભળી ધનપાળે કહ્યું કે-યાચકા આપણા ધરેથી ખાલી હાથે પાછા જાય તે ઠીક નહિ માટે કંઇક આપ.' આથી તેની સ્ત્રી દગ્ધ અન્ન વહેારાવ્યા બાદ દહીં વડારાવા લાગી. તે જોઇ સાધુઓએ પૂછ્યું કે–દહીં કેટલા દિવસનું છે ? આ પ્રશ્ન સાંભળતાં જ અગ્નિમાં ઘી પડે તેમ ધનપાળની સ્ત્રીના ક્રોષ ભભૂકી ઉઠયા. તેણે મશ્કરીમાં સાસુ પૂછ્યુ કે શું દહીંમાં પુરા હાય છે ? કે તમે કોઇ નવા દયાળુ જાગ્યા છે ? આ દહીં ત્રણ દિવસનું છે. લેવું હોય તો લ્યે, નહીંતર ચાલ્યા જાઓ.’ સાધુએ જે પ્રસંગની રાહ જોતાં હતાં તે પ્રસંગ પ્રાપ્ત થયા. ધનપાળને સમજાવવાને સુયેાગ સાંપડયેા. તેઓએ ધીર ગંભીર વાણીથી જવાબ આપતાં જણાવ્યું કે-પૃચ્છા કરવી એ અમારા જૈન સાધુઓને આચાર છે. જ્ઞાનીઓનું વચન કદાપિ પણ મિથ્યા થતું નથી, માટે જો તમારે જાણવુ જ હોય તે તપાસ કરી કે તે ત્રણ દિવસ ઉપરના દહીંમાં જીવાત્પત્તિ થ છે કે નહિ.' આ સમય દરમ્યાન સ્નાનથી પરવારીને ધનપાળ પણ ત્યાં આવી પહોંચ્યા. સાધુના કથન મુજબ દહીંમાં અળતા નખાવ્યેા કે તરત જ જીવા ઉપર તરી આવ્યા. સામાન્ય સાધુનું આવું જ્ઞાન જો ધનપાળના ગવ આગળી ગયેા. નાગેંદ્ર મંત્રથી વિષ નાશ પામી જાય તેમ ધનપાળનુ મિથ્યાત્વરૂપી વિષ આ પ્રસંગથી નાશ પામી ગયું. પછી તેમના ગુરુમહારાજ સંબધે પૂછપરછ કરતાં તેમણે શાભન મુનિના બધા વ્યતિકર કહી સંભળાવ્યા. ભાઈનું આગમન જાણી ધનપાળ ઉપાશ્રયે આવ્યા. શાભન મુનિ પણ સામા આવ્યા. પછી ધનપાળે પોતે કરેલ અકૃત્ય માટે પશ્ચાત્તાપ વ્યક્ત કર્યો તે ધમ જિજ્ઞાસા વ્યકત કરી. શેાભન મુનિએ વડીલ અને જીવદયાપ્રધાન ધર્માં સવિસ્તર સમજાવ્યે।. સત્ય વસ્તુની ઝાંખી થતાં ભ્રમમાં કાણુ રહે? પછી ધનપાળે જૈન ધર્મ સ્વીકારી, ત્યાંથી જ મહાવીર ચૈત્યમાં જ પ્રભુસ્તુતિ કરી સ્વગૃહે ગયેા. પછી ભેાજરાજાને સમજાવી શ્વેતાંબરાને વિહાર ખુલ્લા કરાવ્યેા. સજ્જન મિત્ર તા તે જ કહી શકાય કે જે પેાતાને પ્રાપ્ત થયેલ દુર્લભ વસ્તુથી મિત્રને સુવાસિત કરે. ધનપાળને સત્ય વસ્તુની પ્રાપ્તિ થતાં તે ધણે! જ હર્ષિત થયા, પણ તે તેની અસર ભેાજરાજા પર પાડવા માંગતા હતા, રાજાના તે પ્રીતિપાત્ર હાવાથી લગભગ સદાકાળ તે સાથે જ રહેતા અને પ્રસ`ગ મળતાં તે જૈન ધર્મની પ્રશંસા કરતા. એકદા ધનપાળ રાજા સાથે મહાકાલના મંદિરમાં ગયે. ત્યાં શંકર પાસે ન જતાં તે મંડપના ગવાક્ષમાં બેસી રહ્યો. રાજાએ તેને નમત માટે અંદર એટલાન્ગેા એટલે ત્રણ વાર તે દ્વાર પાસે આવીને પાછા હતા તેને તે સ્થાને આવીને બેસી ગયા. રાજાએ તેનું કારણ પૂછતાં જણાવ્યું કે— હું સ્વામી ! શ ંકર પાર્વતી સાથે બેઠેલ હાવાથી લજ્જાને લીધે હું જોઇ શકતા નથી. તમે જ્યારે અંતઃપુરમાં રમણીઓ સાથે વિલાસ કરતા હ। ત્યારે ત્યાં આવવાને કે ચેષ્ટા જેવાને પણ કાણુ સમ થાય ?' રાજા આવા જવાબથી કર્યાંઈક ખિન્ન થયેા. પછી બહાર નીકળતાં ભૃ'ગી( શંકરના એક સેવક )ની મૂર્તિને જોઇને રાજાએ કૌતુકથી પૂછ્યું કે– ધનપાળ ! આ ભૃંગી દુ`ળ કેમ દેખાય છે ? ’ ધનપાળને સત્ય કહેવાને સમય આવી પહેાંચ્યા હતા. તેને પેાતાની મુરાદ ખર લાવવી હતી. તેણે જણાવ્યું કે—– જો દિશારૂપ વસ્ત્ર છે તે એને ( શંકરને ) ધનુષ્યની શી જરૂર છે ? જો શસ્ત્ર છે તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy