________________
પાવલી ]
-
૧૦૯ :
કવિ ધનપાળી
આ સમયે મહેદ્રસૂરિ શાસનસ્થંભ ગણુતા હતા. તેમની શાંત ગંભીર મુખમુદ્રા સામા પર પ્રભાવ પાડવા માટે બસ થતી. તેમનું જ્ઞાન પણ વિશાળ હતું. તેઓ વિહાર કરતાં કરતાં તે ગામમાં પધાર્યા. ગુરૂના ગુણની વાત સાંભળી સર્વદેવ પણ ઉપાશ્રયે આવ્યા. ગુરુને ઉપદેશ સાંભળીને દિગૂમૂઢ થઈ ગયો. તેણે મનમાં કંઈક મકકમ નિર્ણય કર્યો અને ત્રણ અહોરાત્ર ત્યાં જ બેસી રહ્યા એટલે ગુરુએ પૂછયું કે તમે અમારી પરીક્ષા કરવા રોકાયા છે કે બીજું પ્રજન છે?' આ સાંભળી સર્વદેવ બોલ્યો કે-રહસ્યની વાત કહેવી છે, માટે પ્રાર્થના કરવા આવ્યો છું'. ગુરુએ આશ્વાસન આપતાં સર્વદેવે જણાવ્યું કે મારા પિતા રાજમાન્ય હતા ને રાજા પણ તેમને પુષ્કળ દાન આપતા. તેઓ મૃત્યુ પામ્યા છે, પણ તેમનું નિધાને મને પ્રાપ્ત થતું નથી તે આપ જ્ઞાનદષ્ટિથી દર્શાવો તે ઉપકાર થાય.’ સમયજ્ઞ ગુરુએ તે વાત સ્વીકારીને બદલા તરીકે અર્ધ હિસ્સાની માંગણી કરી. વિપ્રે અધ ભાગ આપવાનું કબૂલ કર્યું એટલે ગુરુએ જણાવ્યું કે-“તમારી વસ્તુમાંથી ઈરછાનુસાર અર્ધ લઈશું'. પછી લોકોને સાક્ષી રાખી ગુરુએ જ્ઞાનબળે નિધાન બતાવ્યું. સંજ્ઞાનુસારે જમીન ખોદતાં ચાલીસ લાખ સોનામહોર નીકળી. કેટલોક સમય વીત્યા બાદ સર્વદેવે આચાર્યશ્રીને અર્ધ ભાગ લેવા કહ્યું પણ નિઃસ્પૃહી ગુને તેની જરૂરત ન હતી. એટલે ગુરુએ ધનને બદલે અર્ધ હિસ્સા તરીકે તેના બે પુત્ર પૈકી એકની માગણી કરી. મોરના ઈંડાને ચિતરવા ન પડે. સર્વદેવના બંને પુત્ર તેજસ્વી ભાલ(કપાળ)વાળા હતા. ધનપાળ તે રાજા ભેજનો સંગાથી બન્યો હતો. ગુરુને જણાયું કે જે તેઓ જતી દીક્ષા સ્વીકારે તે જરૂર શાસનોન્નતિ થાય. આ વિચારથી તેમણે તેવી માગણી કરી. આ સાંભળીને વિચારમૂઢ થયેલ વિક “આપીશ” એમ કહીને ઘરે ગયો. ચિંતાગ્રસ્ત બનવાથી તેની નિદ્રા દૂર ચાલી ગઈ. નિદ્રા વિના જ ખાટલા પર સૂઈ ગયો. તેવામાં રાજભવનમાંથી ધનપાળ આવ્યો. ચિંતાતુર પિતાને જોઈને તેનું કારણ પૂછયું. જવાબમાં સર્વદેવે સઘળી હકીકત કહી સંભળાવી, જે સાંભળી ધનપાળ કોપાયમાન થઇ ગયો અને ઊલટે પિતાને ઉપાલંભ આપી, તેની અવગણના કરીને બહાર ચાલ્યો ગયો.
આ બનાવથી સર્વદેવની આંખમાં અશ્ર આવી ગયાં. તેના હૃદયમાં વિચારોનું તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હતું. એક બાજુ ગુરુની માગણી ને બીજી બાજુ પિતાના પુત્રનું અર્પણ ! તેમાંય ધનપાલે પાડેલી “ના”થી તેનો ઉત્સાહ મંદ પડી ગયો હતો. તેવામાં બીજો પુત્ર શોભન આવ્યો. શોભન ધનપાળ જેટલો ગવઇ અને ઘમંડી ન હતો. તે સ્વભાવથી જ સંસ્કારી હતો. તેણે પણ ચિંતાનું કારણ પૂછતાં હકીકત જાણી પિતાને આશ્વાસન આપ્યું છે જેની દીક્ષા સ્વીકારવાનું કબૂલ કર્યું.
પુત્રના અનુકૂળ વચન સાંભળતાં પિતાને ચિંતાને અને બદલે હર્ષના અશ્રુ આવ્યાં. પુત્રને ગુરુને સોંપી દીધો. ગુરુએ પણ તેને દીક્ષા આપી ત્યાંથી અણહીલપુર પાટણ તરફ વિહાર કર્યો. ઉપરોકત બનાવથી ધનપાળને જૈન સાધુઓ પ્રત્યે રોષ ઉભો હતો. તે ભાલવાધીશ ભેજને મિત્ર બન્યો હતો તેથી રાજાને સમજાવી માલવ દેશમાં તાંબરી સાધુઓના વિહારનો નિષેધ કરાવ્યા. આ હકીકત મહેદ્રસૂરિના સાંભળવામાં આવી. ઉપરાંત ધારાનગરીના શ્રી સંઘે પણ મહેંદ્રસૂરિને આ હકીકત જણાવી સાધુવિહાર માટે બનતું કરવા વિજ્ઞપ્તિ કરી.
શોભન મુનિએ ગુમહારાજને જણાવ્યું કે મારા ભાઈને પ્રતિબોધ પમાડવા હું જ ધારાનગરી જઈશ.” એટલે રજા મળતાં ગીતાર્થ મુનિઓ સાથે શેભતા શેભન મુનિ ધારાનગરીએ ગયા.
ધીમે ધીમે ધનપાળની કવિત્વ શકિત ખીલી ઊઠી હતી અને હવે તો તે રાજા ભોજને ખાસ વિશ્વાસપાત્ર મિત્ર મનાતું હતું. પોતાના ભાઇના બનેલા પ્રસંગ પરથી તેનું જૈન સાધુઓ પ્રત્યેનું વૈમનસ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org