________________
શ્રી હરિભદ્રસૂરિ
:
૯૪
-
[ શ્રી તપાગચ્છ
શ્રી હરિભદ્રસૂરિ ચિતોડગઢના રાજા જિતારીના એ માનનીય પુરોહિત હતા. વેદાંતના પારગામી અને શક્તિશાળી હેવાથી તેમને અભિમાન સ્પર્યું હતું. તેમની સાથે હેડ કરે તેવો પુરુષ તેની નજરે પડતા નહિ એટલે તેમણે અભિમાનસૂચક ચિનો ધારણું કર્યા હતાં. અતિશય જ્ઞાનને કારણે પોતાનું પેટ ન ફાટી જાય તેટલા ખાતર કડે રેશમી વસ્ત્ર વીંટી રાખતા. સમસ્ત જંબુદ્વીપમાં મારા જેવો વિદ્વાન વાદી નથી એમ સમજી હાથમાં જાંબુડાની ડાળખી રાખતા. કેદાળી, ખડ ને જાળ પણ સાથે રાખતા. આટલું છતાં એમણે મનમાં પ્રતિજ્ઞા કરી હતી કે જે કોઈનું વચન હું સમજી શકું નહિ તેમનો શિષ્ય થઈને રહું.
એકદા તેઓ પિતાની વિચારશ્રેણીમાં વિચારી રહ્યા હતા તેવામાં રાજદરબારથી અગત્યના કાર્ય માટે પ્રતિહારી આવ્યો, પુરોહિતજી તૈયાર થયા અને સુખાસનમાં બેસી ચાલ્યા. રસ્તે ચાલતાં ઘોંઘાટ વો. ધીમે ધીમે દેવાદાડ ને નાસભાગ થવા લાગી. રાજાને હાથી ગાંડ બન્યો હતો અને ઝાડને ઉખેડી નાખતો. ઘર-મકાન તોડીફોડી નાખતો સામેથી ચાલ્યો આવતો હતો. પુરોહિતજી પણું જીવ બચાવવા સુખાસનમાંથી નીચે ઉતર્યા અને પાસેના ભવ્ય મકાનમાં દાખલ થઈ ગયા.
પણ આ શું? તે મકાન તે જેનું વિશાળ જિનભવન હતું. ભગવંતની મૂર્તિ જોઈ પુરોહિતને મશ્કરી સુઝી. નિંદાના કઈક વિચારવમળ પણ તેમના મગજમાંથી પસાર થઈ ગય તિરસ્કાર હતો, પણ અત્યારે કરે શું? મહામહેનતે થોડો સમય પસાર કર્યો અને હાથી પસાર થઈ જવાના સમાચાર મળતાં સુખાસનમાં બેસી રાજદરબારે ગયા. એક બાજુ પુરોહિતજીને જૈનધર્મ પ્રત્યે તિરસ્કાર વધતો જતો હતો ને બીજી બાજુ વિધિનું નિર્માણ અનેરું હતું.
એકદા પુરોહિતજી રાજસભાનું કાર્ય પૂર્ણ કરી મધ્ય રાત્રિએ ઘર તરફ પાછા વળતા હતા. ઉપાશ્રય નજીક આવતાં કંઈક અવાજ સંભળાવા લાગ્યો. તે સાંભળવા ઊભા રહેતાં નીચેનો શ્લોક સંભળાયો. બોલનાર એક જૈન સાધવી યાકિનીમહત્તરા હતા.
चक्कीदगं हरिपणगं, चक्कीण केसवो चक्की ।
केसव चक्की केसव दु, चक्को केसव चक्की य॥ એક, બે, ત્રણ, ચાર વાર એને એ જ શ્લોક સાંભળે, છતાં અર્થ ન બેઠો. પુરેડિતજી મુંઝાયા. એમનું અભિમાન ઘવાતું હોય તેમ જણાયું. કાર્થ સમજવા બહુ બહુ વિચાર કર્યો, પણ પરિણામમાં નિરાશા જ સાંપડી.
છેવટે અર્થ સમજવા માટે સાધવજી પાસે ગયા ને પૂછયું: “માતાજી ! તમે આ ચક-ચક શું કર્યા કરો છો ?” સાધવીજીએ શાંત ચિત્તથી કહ્યું કે: “ ભાઈ ! નવા નિશાળીયાને તો બધે ચકચકાટ જ લાગે. પુરોહિતજી વિચારમાં ગરકાવ થઈ ગયા. પિતાની પ્રતિજ્ઞા યાદ આવી. સાધ્વીજીને પિતાને શિષ્ય બનાવવા માટે પ્રાર્થના કરી. સાધ્વીજીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે “પુરુષોને શિષ્ય બનાવવાનો કે અર્થ સમજાવવાને અમારે અધિકાર નથી.” પુરોહિતજીએ સ્વપ્રતિજ્ઞા સંભળાવી એટલે સાધ્વીજીએ તેમને આચાર્ય જિનભદ્ર સમક્ષ લઈ ગયા. ગુરુએ કાર્થ સમજાવ્યા. હરિભદ્ર દીક્ષા લીધી અને પુરોહિત હરિભદ્રને સ્થાને મુનિશ્રી હરિભદ્ર બન્યા.
પતંગને અનુકૂળ પવન ! પછી શી ખામી રહે? જ્ઞાની હરિભદ્ર અલ્પ સમયમાં જૈન શાસ્ત્રો સમજી લીધા. ગુરુએ ગ્ય પાત્ર સમજી ગ૭ને બધો ભાર તેમના શિર નાખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org