________________
પટ્ટાવલી ]
૯૩
શ્રી નાગાર્જુન
સમુદ્રસૂરિ પણ ગુરુ જેવા જ પ્રતાપી નીવડ્યા. એક તે ક્ષત્રિય તેજ અને બીજી તપશક્તિ : અણુહીલપત્તન, મહુડમેર, કોટડા વિગેરે શહેર-નગરામાં વિચરી શાસનપ્રભાવના કરી ચામુડા નામની દેવીને પ્રતિબેાધી પેાતાના પરચા મતાન્યેા. આ સમયે દિગંખનું જોર વધતું જતું હતું. સમુદ્રસૂરિએ દિગબર પંડિતને ( આચાય ને ) વાદમાં જીતી પેાતાની કીતિ ફેલાવવા સાથે શ્વેતાંબર સંપ્રદાયને પુષ્ટ કર્યાં. નાગ ુદ નામનું તીથ કિંગ'ખરા પેાતાનું કરવા માંગતા હતા તે આ આચાયની વાદશક્તિથી શ્વેતાંબર સંપ્રદાયનું જ રહ્યું.
તેમની પાટે શ્રી માનદેવસૂરિ ( બીજા ) થયા. તેઓ પણ અતિવ શક્તિશાળી હતા. એકદા પેાતાના શરીરની અસ્વસ્થતાને અંગે સૂરિમ’ત્ર ભૂલી ગયા. પેાતાને પશ્ચાત્તાપ થયેા. શરીર સ્વસ્થ થતાં ગિરનાર પર્વતે આવી, બે મહિનાના ચાવિહારા ઉપવાસ કર્યાં જેને પરિણામે અંબિકા દેવીએ આવી તપસ્યા કરવાનું કારણ પૂછ્યું. ગુરુમુખથી કારણ સાંભળી અંખિકાએ વિજયાદેવીને પૂછી માનદેવસૂરિને સૂરિમંત્ર આપ્યુંા. તેઓ યાકિનીમહત્તરાસૂનુ હરિભદ્રસૂરિના મિત્ર હતા.
યુગપ્રધાન નાગાર્જુન
નાગાર્જુનની અધ્યક્ષતામાં વલ્લભી વાચના થઇ અને તેને કારણે નાગાર્જુન સવિશેષ પ્રખ્યાતિ પામ્યા. વલ્લભી વાચનાને નાગાજીની ધાયના’ પણ કહેવામાં આવે છે. “ વાચતા ” એ પારિભાષિક શબ્દ છે અને તેના અથ થાય છે— ભણાવવું તે. '' વાચનાએ તેા સેંકડા થઇ ગઇ છે પણ મહત્ત્વની ઉલ્લેખનીય વાચના ત્રણ ગણાય છે. (૧) પાટલીપુત્રી વાચના જે વીરનિર્વાણ પછી ૧૬૦ વર્ષે ભદ્રબાહુસ્વામીના સમયે થઇ (ર) માથુરી વાચના જે કંદિલાચાયના પ્રમુખપણામાં થઇ અને (૩) વલ્લભાવાચના જે નાગાબૂનની અધ્યક્ષતામાં થઇ. બીજી માથુરી વાચના અને ત્રીજી વલ્લભી વાચનાને
સમય એક જ છે.
ભયંકર દુકાળને કારણે શ્રુત-પરંપરા છિન્નભિન્ન થઈ ગઇ. સમર્થ આચાય પરલેાકવાસી થયા અને દુકાળને અંગે રËસચું જ્ઞાન વિસ્તૃત થવા લાગ્યું. ગચ્છનાયકાની જ્ઞાનને સુરક્ષિત રાખવાની ચિંતા વધી પડી. દુષ્કાળના પંજો પણ જેવા તેવા ન હતા. ક્ષુધાપ્તિના અભાવમાં નવું જ્ઞાન મેળવવા માટે તો શું પણ પુનરાવર્તનના પણ અભાવ જણાવવા લાગ્યા. છેવટે દુકાળની નિવૃત્તિ પછી એક તરફ મથુરામાં આચાય ક દિલસૂરિએ અને વલ્લભીપુરમાં નાગાર્જુને ઉપલબ્ધ શ્રુત વ્યવસ્થિત કરવા માંડયું. આ તે સમર્થ વિદ્વાન આચાર્યાં સમકાલીન હતા છતાં દુર્ભાગ્યને કારણે પાતપાતાની વાચના પછી એકત્રિત થઇ શકયા નહિ એટલે બને વાચનાઓમાં થાડે! મતભેદ રહી જવા પામ્યા છે.પાછળથી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે આગમેને પુસ્તકા કરવાના સમયે મતભેદ ટાળવા અને એક જ વાચનાને વ્યાપક બનાવવા પ્રયત્ન કર્યાં, સ્ક`દિલાચાની વાચના પ્રમાણે સિદ્ધાંત-પુસ્તકા લખાયા અને મતભેદ કે પાઠભેદવાળા નાગાજીની વાચનાને વિષય ટીકામાં લેવામાં માન્યેા, જેને ઉલ્લેખ આજના ટીકાગ્ર થામાં મળે છે. વી. નિ. ૮૯૯ માં નાગાર્જુન સ્વર્ગવાસી થયા. તેએ એક ધુર્ધર આચાય ગણી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org