SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ તીર્થાધિરાજનો દરબાર હીરવિજયસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. મંદિર ઉપરમધ્ય ભાગમાં શ્રી ચૌમુખજી અને ચારેબાજુ ફરતા ગોખલાઓમાં . પ્રતિમાજીઓ તથા ગૌતમસ્વામી છે. દાદાનું મંદિર મોટું અને મનોહર છે. મંદિરના શિખર પર સોનાથી રસેલો કળશ છે. દાદાના મંદિરમાં પેસતાં ત્રણ શિલાલેખો છે : (૧) શેઠ કરમાશાહના ઉદ્ધારનો સંવત ૧૫૮૭ (૨) તેજપાળ સોનીના ઉદ્ધારનો સંવત ૧૬૫૦ (૩) અકબર બાદશાહે શત્રુંજયને કર માફ કર્યો ને સાધુઓએ ક્ષમા કરી. દાદાની ટૂકને ત્રણ પ્રદક્ષિણા દેવાથી બધાં નાનાં-મોટાં મંદિરો અને દહેરીઓની પ્રતિમાજીઓનાં દર્શન થાય છે. ત્રણ પ્રદક્ષિણાનો અર્થ એ છે કે જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ કરી ભવનો ફેરો ટાળવો. પહેલી પ્રદક્ષિણા સહકુટનું મંદિર-દાદાના દેરાસરની ડાબી બાજુ આ મંદિર છે. સંવત ૧૭૧૮માં આઅનિવાસી વર્ધમાનના પુત્ર માનસિંહ આદિ પાંચ ભાઈઓએ પોતાના પિતાજીના સ્મરણાર્થે આ સહસ્રટનું મંદિર બંધાવ્યું હતું, અને તેની પ્રતિષ્ઠા ઉપાધ્યાય શ્રી વિનયવિજય પાસે કરાવી હતી. આ મંદિરમાં ચારે બાજુ થઈ ૧૦૨૪ પ્રતિમાજી બિરાજમાન છે. ૨૪૦ ૫ ભરત, ૫ ઐરાવત એ દશ ક્ષેત્રના વર્તમાનકાળની ચોવીસીઓ (૨૪૪૧૦=૨૪૦.). દશ ક્ષેત્રના ભૂતકાળની ચોવીસી (૨૪૦). દશ ક્ષેત્રના ભાવી કાળની ચોવીસી (૨૪૦). ૧૨૦. ચોવીસ તીર્થકર ભગવંતનાં ૫-૫ કલ્યાણકો (૨૪*૫=૧૨૦). પાંચ મહાવિદેહ ક્ષેત્રના ઉત્કૃષ્ટકાળે તીર્થકરો (૩૨*૫=૧૬૦). પાંચ મહાવિદેહ ક્ષેત્રના જઘન્યકાળ તીર્થકરો (૪*૫=૦૦). શાશ્વતજિન. ૧૦૨૪ ૨૪૦ ૨૪૦ ૧૦ ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy