________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
૭૪
સુખ-દુઃખો ભૂલી જવાય છે. પ્રભુના ચરણમાં સર્વસ્વ અર્પણ ક૨વાની ઊર્મિ જાગૃત થાય છે. એવો તો અપૂર્વ આનંદ ઊભરાય છે કે દર્શન કરતાં મન ધરાતું નથી. જાણે સ્વર્ગભૂમિમાં બેઠા હોઈએ તેવો ભાસ થાય છે. એકાંતમાં દાદાની મૂર્તિ સામે ધ્યાન ધરીને આત્મશુદ્ધિ અને આત્મશાંતિનો લાભ લેવા જેવો છે. ભાવપૂર્વક દાદાની ભકિત કરવાથી અનંતા પાપો ખપી જાય છે.
દેશદેશાંતરોથી આવતા યાત્રાળુઓ શ્રી આદીશ્વર ભગવાનની અનુપમ, ભવ્ય, તેજતેજના અંબારરૂપ તથા અલૌકિક જ્યોતિર્મયી ચમત્કારી મૂર્તિનાં દર્શન કરી પોતાના આત્માને ધન્ય ધન્ય માને છે, જીવનની સાર્થકતા અનુભવે છે. દાદા પાસેથી પાછા જવાનું મન થતું નથી. એક વૃદ્ધ મુનિભગવંત હતા. આંખે દેખાતું નહોતું. દાદાના દર્શન, કરવાની તીવ્ર ઇચ્છા હતી. વંદન કરવા આવનાર શ્રાવકોને મને દાદાની જાત્રા કરાવો, તેવી માંગણી કરતા હતા. એક શ્રાવક મુનિભગવંતને જાત્રા કરવા લઈ ગયા. દાદાનો દરબાર આવ્યો. દાદાના દર્શન થવા લાગ્યાં. શ્રાવકે મુનિભગવંતને દર્શન ક૨વા કહ્યું. પોતાની અંતિમ ઇચ્છા પૂરી થઈ. દર્શન સ્તુતિ કરતાં કરતાં મુનિભગવંતે દેહ છોડયો. ઉચ્ચ ગતિમાં ચાલ્યા ગયા.
દાદાને ખૂબ ભાવપૂર્વક પ્રક્ષાલ, સેવા, પૂજા, આંગી, ચૈત્યવંદન કરવું જોઈએ. ત્રીજું ચૈત્યવંદન દાદા સન્મુખ કરવું જોઈએ.
કેટલાયે જૈનો વર્ષમાં ઓછામાં ઓછા એક વાર આવે છે, કેટલાક પૂનમો ભરે છે, નવ્વાણું કરે છે, ચાતુર્માસ કરે છે ઃ
"જેમ જેમ એ ગિરિ ભેટીએ રે, તેમ તેમ પાપ પલાય સલુણા.”
વૃદ્ધાવસ્થામાં યા ધંધામાંથી નિવૃત્ત થયા પછી પાલીતાણા જઈને રહેવું જોઈએ, જેથી પાછળની જિંદગી ધર્મધ્યાનમાં જાય.
મંદિરની રચના બહુ જ મનોહર છે. ભૂતલથી શિખર સુધીની ઊંચાઈ બાવન હાથની છે. ૧૨૪૫ કુંભો એના પર બિરાજમાન છે. ૨૧ સિંહો મંદિર ઉ૫૨ શોભી રહ્યા છે. ચારે દિશામાં ચાર યોગિનીઓ, દશ દિક્પાલો સ્થાપેલા છે. મંદિરની ચારે બાજુએ ૭૨ દેવકુલિકાઓ, ૪ ગવાક્ષો, ૩૨ પૂતળીઓ અને ૩૨ તોરણોથી આ મંદિરની શોભા અલૌકિક દેખાય છે. વળી મંદિ૨માં ૨૪ હાથીઓ અને ૭૪ સ્તંભો લાગેલા છે. આવું અનુપમ મંદિર સંવત ૧૬૪૯માં તેજપાલે તૈયાર કરાવ્યું અને તેનું 'નંદિવર્ધન' એવું નામ આપ્યું. સંવત ૧૬૫૦માં ખૂબ ધામધૂમપૂર્વક શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org