SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૬૮, શિલ્પ રચીને ચિરસ્મરણીય સ્મારક કર્યું. આ સ્મારક શ્રી પુણ્ય-પાપની બારીના નામે પ્રચલિત છે. (સૌજન્ય - પુણ્ય-પાપની બારી, લેખક - પરમ પૂજ્ય પં. શ્રી પ્રદ્યુમ્નવિજય ગણિ) શ્રી વિમળનાથ અને શ્રી અજિતનાથ પ્રભુનાં મંદિરો છે, જે સંવત ૧૬૮૮માં બંધાવેલ છે. પાછલી બાજુએ નાની નાની દેરીઓ છે. ભાવનગરના શેઠકુંવરજી લાધાએ સંવત ૧૮૧૫માં બંધાવેલ શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથનું મંદિર છે. ' રાધનપુરવાળા મસાલિયા કુટુંબનું બંધાવેલ દેરાસર છે. પાટણવાળા શેઠ પન્નાલાલ પૂરણચંદ કોટવાળાએ બંધાવેલ આરસનું નાજુક મંદિર છે. તેની પ્રતિષ્ઠા આગમોદ્ધારક શ્રી આનંદ-સાગરસૂરિએ કરેલ છે. આ મંદિર બંધાવવાનો ખર્ચ રૂ. ૪૨,૦૦૦/- થયો હતો. ચૌદમી સદીનું શ્રી જગત શેઠે બંધાવેલ શ્રી ધર્મનાથસ્વામીનું મંદિર છે. શ્રી ચંપુભવામીનું મંદિર - આ મંદિરનો જીર્ણોદ્વાર સંવત ૧૬૮૩ માં હીરાબાઈએ કરાવ્યો હતો અને પ્રતિષ્ઠા શ્રી કલ્યાણસાગરસૂરિના હાથે કરાવી હતી. રંગમંડપમાં સુંદર કોતરણીવાળાં તોરણો છે. આ ત્રણ બારણાં વાળું મંદિર છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર, કોટાવાળા પાનાચંદ ઉત્તમચંદે સંવત ૧૯૦૩માં બંધાવ્યું હતું. * શ્રી જગતાનું મંદિર - મુર્શિદાબાદના પ્રસિદ્ધ જગતશેઠ, જેણે કરોડો રૂપિયા સરકારને આપ્યા હતા, તેમ જ જેમણે કરોડોનો વહીવટ કરી જગતશેઠનું બિરુદ્ધ મેળવ્યું હતું. તેમનું આ શ્રી સુમતિનાથ ભગવાનનું મંદિર મંદિરના પાછળના ભાગમાં જામનગરના ઓસવાલ બંધુઓ વર્ધમાન શાહ અને પદમશી શાહે સંવત ૧૭૮માં બંધાવેલ શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે તેમ જ એક સહસ્ત્રફણા પાર્શ્વનાથનું મંદિર છે. કુમાર વિહાર - મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનનું આ મંદિર સંવત ૧૩૭૭માં મહારાજા કુમારપાળે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના ઉપદેશથી બંધાવ્યું હતું. આ મંદિરના ઘુમ્મટમાં મહારાજા કુમારપાળના જીવનનાં જુદાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy