________________
શ્રી પુણ્ય પાપની બારી - શ્રી મોક્ષની બારી
)
તેમાં સાંઢણી છે. અને તેના પગ વચ્ચેથી નીકળવાનું છે એટલે તેને મોક્ષની બારી કહે છે. આજથી ૮૦૦ વર્ષ પહેલાંની આ વાત છે. અણહિલપુર પાટણમાં ધીવટો છે, ઘી મણીયાતી પાડો છે. તેમાં શેઠ કામાશા નામના શ્રાવક વસે. તેમનાં પરિવારમાં ત્રણ પુત્ર અને એક પુત્રી. તે ત્રણ પુત્રમાં એકનું નામ પ્રતાપદાસ. પ્રતાપદાસ બાળ બ્રહ્મચારી પુરુષ હતા. તેમના બીજા ભાઈઓનો વંશ આજે પણ હયાત છે. આખું કુટુંબ ધર્મના રંગથી રંગાયેલું હતું. શેઠ પ્રતાપદાસ તપસ્વી હતા અને શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનની પૂબ ભકિત કરતા હતા. શ્રી સિદ્ધાચલજી પ્રત્યે તેમના હૃદયમાં અતિશય ભકિત બહુમાન હતા. કારતક - ચૈત્ર સુદ પૂનમની સિદ્ધગિરિરાજની યાત્રા અવશ્ય કરે. ૧૩-૧૪ પૂનમનો ચૌવિહારો અઠમ કરે. પાટણ પાસેના ખારી વાવડી ગામનો રબારી અને ઉંટડી તૈયાર હોય, ઉટડી ઉપર, જાત્રા કરવા નીકળે. આ સિલસિલો ઘણા વર્ષો સુધી ચાલુ રહ્યો. એક વાર એવું બન્યું કે ચોમાસામાં વરસાદ બહુ ઓછો પડયો. કારતક માસમાં ઉનાળા જેવા તડકા પડવા લાગ્યા. ચોવિહારો અઠમ, ચોમાસી પ્રતિક્રમણ, કારતક સુદ-૧૫ અઠમ આકરો લાગ્યો. વલભીપુર પહોંચતાં પહોંચતાં ભારે તાપ તેરસ અને થાકે ઘેરી લીધાં. માંડ માંડ પાલીતાણા તળેટીએ પહોંચ્યાં. ગિરિરાજને ચરણે, દાદાનાં શરણે ઉટડી, રબારી અને શેઠ પ્રતાપદાસમૃત્યુ પામ્યાં. ત્રણેનું જીવન ધન્ય બન્યું. મૃત્યુ ઉત્સવ બન્યું. સકળ સંઘે આ ત્રણે આત્માઓની કાયમી અનુમોદના થતી રહે તે માટે સિદ્ધગિરિ ઉપર આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org