SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ ભારતનાં મુખ્ય જૈન તીર્થો રંગમંડપમાં હાથી ઉપર બેસી મરુદેવી માતા શ્રી ઋષભદેવ ભગવાનને વંદન કરવા જાય છે. તેની મૂર્તિ છે. મોતીચંદ અમીચંદશેઠ મુંબઈના વેપારી, વહાણવટાનો ધંધો. એક વાર વહાણ ચીન જતું હતું. સરકારને ખોટી શંકા પડી. સરકારે વહાણને પકડવા સ્ટીમ-લોંચ મોકલી. મોતીશા શેઠે સંકલ્પ કર્યો કે જો વહાણ બચી જાય તો વહાણના માલની જે કિંમત ઊપજે તે શત્રુંજય ઉપર ખર્ચવી. સારી ઉચ્ચ ધાર્મિક ભાવનાથી વહાણ બચી ગયું. મોતીશા શેઠે શત્રુંજય ઉપર ટૂંક બાંધવાનું નક્કી કર્યું. ગિરિરાજ પર મોટામાં મોટી ટ્રક તથા શિલ્પ-ભવ્યતાની દષ્ટિએ ઉત્તમ નલિની ગુલ્મ... વિમાન જેવી સુંદર ટૂક બનાવી. મોતીશા શેઠ સંવત ૧૮૯૨ ના ભાદરવા સુદ ૧ ને રોજ સ્વર્ગે સિધાવ્યા. તેમનાં પત્ની દિવાળીબાઇ, પુત્ર ખીમચંદ શેઠ તથા મોતીશા શેઠના મિત્રો શ્રી અમરચંદ દમણી તથા શ્રી ફૂલચંદ કસ્તુરચંદ મોતીશા શેઠનું અધૂરું કાર્ય પૂરું કર્યું. સંવત ૧૮૯૩ ના પોષ વદ ૧ ના રોજ સૂરતથી સંઘ પાલીતાણા આવ્યો. સંઘમાં બાવનસંઘવીઓ તથાસવાલાખ યાત્રિકો હતા. ૧૮ દિવસ પ્રતિષ્ઠામહોત્સવ અને નવકારશી ચાલ્યાં. અને સંવત ૧૮૯૩ મહા વદ ૨ ના રોજ ધામધૂમપૂર્વક અને ઉત્સાહથી પ્રતિષ્ઠા કરી. દિવાળીબાઈ પણ પ્રતિષ્ઠાનું કાર્ય પતાવી તુરત જ સ્વર્ગે સિધાવ્યા. ધન્ય એ તીર્થપ્રેમ, ધન્ય એ ભાવના. ધન્ય એ શ્રદ્ધા. ધન્ય એ લક્ષ્મી, ધન્ય એ ભકિત ! મોતીશા શેઠની ટૂકની બહાર સુંદર બગીચો, મોટો કુંડ તથા કુંતાસર દેવીનો ગોખલો છે. મોતીશા શેઠની ટૂકમાં નહાવાના ઠંડા-ગરમ પાણીની સગવડ તથા ઓરડીઓ છે. પૂજાનાં કપડાં પણ મળે છે. મોતીશા શેઠની ટૂકની કોટની રાંગે ૧૨૩ દેરીઓ છે. આ ટ્રકમાં વચલી વાસમાં નાકે એકગોખલામાં તપાગચ્છાધિરાજમહાપ્રતાપી શ્રી મૂલચંદજી મહારાજની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. સગાળપોળ ઉપર ચઢતાં સગાળપોળ આવે છે. ત્યાં નોંધણકુંડ કે સગાળકુંડ અને નગારાખાનું આવે છે. સગાળપોળની બાજુમાં બહાર તેડાગર બાઇઓ માટેનો વિસામો છે. સગાળપોળ અને મોતીશાની ટ્રક વચ્ચે થઈને રસ્તો ઘેટીની પાગ તરફ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy