SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીવન-મણિ-પરબ જીવનમણિ પરબ રામપોળની જમણી બાજુ એક પાણીની પરબ છે. ગિરિરાજ ઉપર આવતાં યાત્રિકાને આવતાં અને જતાં શીતળ પાણી તથા ઉકાળેલા પાણી પીવડાવી થાક ઉતારે છે. શ્રી જીવન-મણિ-સદ્વાચન-માળાના ટ્રસ્ટી શ્રી લાલભાઈ મણિલાલ શાહ કે જેઓએ ખૂબ જ સસ્તી કિંમતમાં ધાર્મિક રસદાયક, સંસ્કાર પોષક અને ઉપયોગી સાહિત્યવાચન વાર્ષિક સેટ દ્વારા ૧૧ વર્ષ સુધી સતત જૈન સમાજને આપ્યું, તેવા એ સજ્જને તેમનાં ધર્મપત્ની લીલાવતીબહેનની સ્મૃતિમાં મોક્ષનગરના પ્રવેશદ્વારે સંવત ૨૦૧૯માં એક સુંદર પરબ બંધાવી છે, જે જીવન-મણિ પરબ” ના નામે પ્રચલિત છે. આજે પણ શ્રી જીવન-મણિ-સદ્વાચનમાળા ટ્રસ્ટ અનેક સાહિત્ય દ્વારા ધર્મસંદેશ આપી રહ્યું છે. તેમાં નાના-મોટા પંચાંગો, શ્રી સ્નાત્ર-પૂજા, શ્રી અનાનુપૂર્વી, અર્થસહિત પૂજાની ચોપડીઓ ખૂબ પ્રચલિત છે. શ્રી જીવન-મણિ દ્વારા પ્રકાશિત કેટલાંક પુસ્તકો શ્રી જશવંતલાલ ગિરધરલાલ શાહ (ડોશીવાડાની પોળના નાકે, અમદાવાદ-૧) ને ત્યાં જૂની કિંમતે મળે છે. * રામપોળમાં પેસતાં મોતીશાની ટૂક સામે ડોળીવાળા માટે વિસામો છે. * પાંચશિખરી દેરાસર - રામપોળમાંથી અંદર પેસતાં પ્રથમ પાંચશિખરી દેરાસર આવે છે, જે ઔરંગાબાદવાળા શેઠ મોહનલાલ વલ્લભદાસે બંધાવેલ છે. મૂળનાયક શ્રીવિમળનાથ ભગવાન છે. ત્રણશિખરી દેરાસર - સૂરતવાળા શેઠ દેવચંદ કલ્યાણચંદે બંધાવેલું છે. તેમાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy