________________
૬૧
રામપોળ
અત્રેથી પતિતપાવનકારી એવી પવિત્ર શેત્રુંજી નદીનાં દર્શન થાય છે. રામપોળ પાસે ડાબા હાથે જે રસ્તો છે તે છ ગાઉની પ્રદક્ષિણામાં જવા માટેનો રસ્તો છે. શેત્રુંજી નદીમાં નાહીને યાત્રિકો અહીંથી ગિરિરાજ પર આવતા હતા. રામપોળ તે પુણ્યની બારી છે ને ગિરિરાજ પર દહીં વગેરે ખાવું તે પાપની બારી છે.
"તીરથની આશાતના નવિ કરીએ,
નવિ કરીએ રે નવ કરીએ,
ધૂપ ધ્યાન ઘટા અનુસરીએ,
તરીએ સંસાર..
તીરથની આશાતના.
આશાતના કરતાં થકાં ધનહાણિ,
ભૂખ્યાને ન મળે અન્નપાણી,
કાયા વળી રોગે ભરાણી, આ ભવમાં એમ
તીરથની આશાતના."
રામપોળમાં પેસતાં, નવ ટૂંકોમાં પેસતાં યાત્રિકોએ ખાસ ધ્યાન રાખવું કે દહીં વા૫૨વું નહિ. કાંકરે કાંકરે અનંતા મુનિભગવંતો મોક્ષપદને પામ્યા છે, એવી પવિત્ર ભૂમિ પર પાણી પણ ન વાપરો તો સારું, તો દહીં કેમ ખવાય ? તીર્થયાત્રા કરતાં તીર્થની આશાતના ના થાય તેનો પૂરેપૂરો વિવેક જાળવવો.
ગિરિરાજ પર ભિક્ષુકો બેસી, તીર્થની આશાતના કરે છે, જેથી ગિરિરાજ પર ભિક્ષુકોને દાન આપવું નહિ. તેઓને તળેટીએ બેસવા વિનંતી કરવી અને તળેટીએ બેસે પછી જ દાન આપવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org