________________
૫૭
ટ્રાવિારિખિલ્લની દેરી ગોડીજી પાર્શ્વનાથ ભગવાન, શ્રી આદીશ્વર ભગવાન, શ્રી ગૌતમસ્વામી અને શ્રી વિજયધર્મસૂરિ વ.નાં પગલાં છે. આ ટૂકની પ્રતિષ્ઠા શ્રી વિજય દેવેન્દ્રસૂરીશ્વરે કરાવી છે. આ ટૂકથી નીચે નજર કરતાં ગિરિરાજનો નીચે સુધીનો રસ્તો, તળેટી, પાલીતાણા શહેર, શત્રુંજય નદી વ. સુંદર દશ્યો દેખાય છે. ઊંચે નજર કરતાં ગિરિરાજ પર આવેલ નવ ટૂંકોનાં શિખરોના દર્શન થાય છે. નવ ટૂંકોનાં દર્શન થતાં મન નાચી ઊઠે છે.
છાલા કુંડથી ડાબા હાથે જૂનાં પગથિયાવાળા રસ્તે થઈને જતાં વચમાં શેઠ હઠીસિંગ કેસરીસિંગે બંધાવેલ વિસામો આવે છે. આગળ ચાલતાં વિસામો તથા જેઠાશાની દેરી આવે છે. ખાતું શરૂ થયા પહેલાં યાત્રા કરીને આવનાર યાત્રિકોને તળેટીમાં નાસ્તો તથા બાળકોને દૂધ જેઠાશા તરફથી આપવામાં આવતું હતું.
શ્રી દ્રાવિડ વારિખિલ્લની દેરી
આગળ ચઢતાં સીધો રસ્તો આવે છે. ત્યાંથી ગિરિરાજ પરની નવ ટૂંકોનાં દર્શન સ્પષ્ટ રીતે થાય છે. ઊંચા ઓટલા પર દેરીમાં શ્યામરંગની ચાર મૂર્તિઓ છેઃ (૧) દ્રાવિડ, (૨) વારિખિલ્લ, (૩) અતિમુકતક, (૪) નારદની મૂર્તિઓ છે. દ્રાવિડ-વારિખિલ્લ શ્રી ઋષભદેવ ભગવાનના પૌત્ર હતા, જેઓ દશક્રોડ મુનિઓ સાથે કારતક સુદ ૧૫ના દિવસે મોક્ષે ગયા હતા. અતિમુકતક મુનિ કે જેઓએ માત્ર ૬ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી, તે ઇરિયાવહી પડિક્કમતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org