________________
. (૯) શ્રી સરસ્વતી ગુફા
આ
છે;
Lટ
AJI
શ્રી જય તળેટીથી ગિરિરાજ પર ચઢતાં જમણી તરફ શ્રી સમવસરણ મહામંદિર પાસે નીચેના ભાગમાં શ્રી સરસ્વતી ગુફા આવેલી છે તે પ્રાચીન અને પ્રભાવશાલી છે. ભણતાં બાળકોને દર્શન કરવા લઈ જશો.
શ્રી સરસ્વતી-ગુફામાં હંસવાહિની સરસ્વતીની સૌમ્ય મૂર્તિ છે. કેટલાય ગુરુભગવંતોએ તથા - પંડિતોએ અહીં સરસ્વતીદેવીની સાધના કરી છે. ગુફા એકાંત સ્થાનમાં હોવાથી ધ્યાન માટે યોગ્ય છે.
પંન્યાસ શ્રી કલ્યાણવિમળાજી મહારાજ કે જેઓશ્રીની પ્રેરણાથી સંવત ૧૮૮૦ માગસર સુદિ ૧૩ થી પાલીતાણામાં તળેટીએ યાત્રિકોને ભાતું આપવાની શરૂઆત થઈ હતી. તેમની જ પ્રેરણાથી શ્રાવકભાઈઓએ સંવત ૧૮૬૦માં શ્રી સરસ્વતી ગુફા (દરી) બનાવી હતી. પંન્યાસ શ્રી કલ્યાણવિમળજી મહારાજ હંમેશાં એમા ધ્યાન કરવા બેસતાં. ૮૦ વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવી સંવત ૧૯૧૦ ફાગણ વદિ આઠમના રોજ પાલીતાણામાં કાળધર્મ પામ્યા હતા. એમના અગ્નિસંસ્કારને
સ્થાને તેઓશ્રીના ચરણપાદુકાની દેરી - શ્રી કલ્યાણવિમળ દેરી-આવેલી છે. તળેટીમાં આવેલ મંદિરોનાં આપણે દર્શન કર્યા. સરસ્વતી – ગુફામાં માતા સરસ્વતીને વંદન કર્યા. ચાલો આપણે તીર્થયાત્રાની શરૂઆત કરીએ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org