________________
શ્રી જય તળેટી
૫૧ ભગવાનના દેરાસરે, (૩) મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનના દેરાસરે, (૪) પુંડરીકસ્વામીના દેરાસરે, (૫) શ્રી રાયણ પગલાએ. જય-તળેટીએ દર્શન તથા પ્રથમ ચૈત્યવંદન કરી યાત્રિક તીર્થયાત્રાની શરૂઆત કરે છે. ચોમાસુ કરનાર અષાઢ સુદ ૧૫થી કારતક સુદ ૧૪ સુધી જયતળેટીદર્શન કરવા રોજ પધારે છે. ડાબી બાજુનો મંડપ તથા દેરી અમદાવાદના નગરશેઠ શ્રી હેમાભાઈ વખતચંદ તથા જમણી બાજુનો મંડપ તથા દેરી ધોલેરાવાળા શેઠ વીરચંદ ભાઈચંદે બંધાવેલ છે. શ્રી જયતળેટીમાં ૨૮ દેરીઓ છે, જેમાં ૪૧ જોડી પગલાં છે. બન્ને બાજુ દેરીઓમાં શ્રી આદિનાથ, શ્રી અજિતનાથ, શ્રી શાંતિનાથ, શ્રી ગૌતમસ્વામી તથા ગણધરોનાં પગલાં છે. (૬) શ્રી ધર્મનાથરવામિપ્રાસાદ
શ્રી જય તળેટીથી ગિરિરાજ પર ચઢતાં શ્રી ગોવિંદજી જેવત ખોનાનું દેરાસર આવે છે. તેમાં મૂળનાયક શ્રી ધર્મનાથ સ્વામી છે. જેની પ્રતિષ્ઠા સંવત મહા ૨૦૨૫ માહ સુદ – ૧૩ નાં રોજ થઈ હતી. () શ્રી ધનવાસી ટ્રક
શ્રી ધનવસી ટૂક બાબુના દેરાસર તરીકે ઓળખાય છે. આ ટૂક પરથી પાલીતાણા ગામનાં દશ્યો દેખાય છે. શ્રી ધનપતિસિંહજી બાબુએ શ્રી ધનવસી ટૂંક (શ્રી મહેતાબકુંવર જિનેન્દ્રપ્રસાદ) બંધાવેલી છે, જેની પ્રતિષ્ઠા સંવત ૧૯૫૦મહા સુદ ૧૦ને રોજ થઈ છે. મુખ્યદેરાસર નવકારવાળું, વિશાળ રંગમંડપ તથા સુશોભિત કારીગરીવાળું, રમ્ય જિનાલય છે. જેમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. તેની સામે પુંડરીક ગણધરનું કહેવું છે. ડાબી બાજુએ જળમંદિર- પાવાપુરી તથા શ્રી આદીશ્વર ભગવાનની ઊભી કાઉસગ્ગ –ધ્યાને મૂર્તિ છે. પ્રથમ ચોકમાં નવ ટૂકો સાથે નાનો શત્રુંજયછે. બાજુમાં ગુરુમંદિરમાં શ્રી કૃપાચંદ્રસૂરિજી, શ્રી જિનદત્તસૂરિજી તથા શ્રી જિનકુશળસૂરિજીની મનોહર મૂર્તિઓ છે. એક દેરીમાં રત્નના પ્રતિમાજી છે.
મુખ્ય દહેરાસરમાં જતાં વચ્ચે પગથિયાંની બાજુમાં આકર્ષક દશ્યો છે. જમણી તરફ શ્રી ઋષભદેવ ભગવાનના પાંચ કલ્યાણકો - ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, મોક્ષ કલ્યાણકો - છે, જ્યારે સામે શ્રી સમેતશિખર, શ્રી ગિરનાર, શ્રી પાવાપુરીનાં દશ્યો છે. અષ્ટાપદજી તથા શ્રી જેબૂદ્વીપનાં પ્રતીકો બહુ જ મનોહર છે. ભમતીમાં રાયણવૃક્ષ તથા દાદાનાં પગલાં વગેરે છે. શત્રુંજયની યાત્રાનો આનંદ થાય તેવું આ ભાવવાહી મંદિર છે. ગિરિરાજ પર ન જનાર યાત્રિકો આ મંદિરમાં સેવાપૂજા, સ્નાત્ર પૂજા, પૂજા તથા આંગીનો લાભ લે છે. મંદિરમાં આપણા મહાન મંત્રો સરસ રીતે બતાવેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org