________________
४८
ભારતનાં મુખ્ય જૈન તીર્થો રૂપિયા ૬૦ લાખના ખર્ચે નિર્માણ થયેલું છે. ભારતનું સર્વ પ્રથમ જૈન મ્યુઝિયમનું ૧૯ ફેબ્રુઆરી - ૧૯૮૧ના શુભદિવસે ખાતમુહૂર્ત થયું હતું. પૂજ્ય ગુરુદેવે ભારતભરમાંથી કલાકૃતિઓ, મૂર્તિઓ, સાહિત્ય ભેગું કર્યું છે. યુઝિયમમાં જવા લાયક
રંગબેરંગી રત્નોની મૂર્તિઓ, અકીક, પન્ના, સુખડ, આરસની કલાકૃતિઓ, કાગળના ૪૦૦ થી અધિક વર્ષ જૂનાં તાડપત્રો, હાથીદાંતની મંજૂષા (કલાત્મક પટારો), તૈલચિત્રો, જૈન શાસનકાળના સિક્કાઓ, સોનાની શાહીથી લખેલું અદ્ભુત કલ્પસૂત્ર, સ્ફટિક રત્નના દૈવ-દેવીઓ, સુખડના અતિસૂક્ષ્મ તેમ જ પૂર્ણ કદના એવા જિનાલયો, જિન પ્રતિમાઓ, એવી તો કેટલીય કલાકૃતિઓ મ્યુઝિયમમાં જોવા મળે છે, જેમ કે પંચધાતુની ભગવાન મહાવીર સ્વામી સાથેની ચોવીશી, ભગવાન મહાવીર સ્વામીની દીક્ષાનો વરઘોડો, જયપુરનો હાથીદાંતનો પટારો, જૂના તાડપત્ર પર અંકિત થયેલ ૬૦ ફૂટ લાંબી આમંત્રણ પત્રિકા, ૫૦૦ વર્ષ પહેલાં સોનાની શાહીથી લખાયેલા કલ્પસૂત્રની પ્રતો, સુખડનું જિનાલય, સમુદ્રની છીપમાં કંડારેલી શ્રી પાર્શ્વ ધરણેન્દ્ર- પદ્માવતીની મૂર્તિ, ૧૦૦pવર્ષ પહેલાનું તાડપત્રઉપર કોતરેલું કન્નડલિપિ અને સંસ્કૃત ભાષામાં તત્ત્વાર્થસૂત્ર. ૨૫ વર્ષ મહેનત કરીને આવી અનેક કલાકૃતિઓ આચાર્ય ભગવંતે ભેગી કરી છે. પાલીતાણા જાત્રા કરવા જાવ ત્યારે આ મ્યુઝિયમ જરૂરથી જોવા જશો.
તળેટીમાં આવેલાં મંદિરો છે
(૧) મીનાકારી - મંદિર
જૈન નગરનું નૂતન જિનાલય વિશાળ સુંદર બગીચાની વચ્ચે શોભી રહ્યું છે. આ મંદિરમાં મૂળનાયક શ્રીવાસુપૂજ્ય સ્વામીની અલૌકિક મૂર્તિ છે. ગભારામાં ચાંદીનું મીનાકારી આભામંડળ બહુ જ આકર્ષક છે. રંગમંડપમાં દીવાલો અને ઘુમ્મટોમાં રંગબેરંગી કાચનાં ઝુમ્મરો તથા કાચનું મીનાકારીકામ, કળાનો નમૂનો રજૂ કરે છે. આ મીનાકારી-મંદિરની રચનામાં શેઠશ્રી જીવનલાલ પ્રતાપશીની કલાદષ્ટિ દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org