________________
૪૫
૧.
૨.
૩.
૪.
૫.
પ્રતિમાજી અને દેરીઓની સંખ્યા ગિરિરાજની પાયગાઓ
પર્વત ઉપર ચઢવા અને ઊતરવાના રસ્તાઓને પાગ-પાયગા કહેવાય છે. જય-તલાટી-પાલીતાણાથી ચઢાય છે તે.
ઘેટીની પાયગા – આદપુર ગામથી ચઢાય છે તે.
રોહીશાળાની પાયગા - શેત્રુંજી નદીના કાંઠે રોહીશાળ નજીક આ પાયગા છે, ત્યાં ગિરિરાજની તલાટીમાં દેરી અને પગલાં છે. ત્યાં ચૈત્યવંદન કરી યાત્રાળુ ઉપર ચડે છે. અડધે રસ્તે કુંડ છે અને રામપોળની બારીએ અવાય છે.
ઘનઘોળની પાયગા – ઘેટીની પાયગા અને રોહીશાળાની પાયગા વચ્ચે એક તરફથી આવવાની આ ઘનઘોળની પાયગા છે. એ દિશામાં રહેનારાં મુખ્ય યાત્રાના દિવસોમાં આનો ઉપયોગ કરે છે.
શત્રુંજય ગિરિરાજની નીચે પવિત્ર શેત્રુંજી નદી છે, તેના કાંઠા ઉપર એક દેરી છે. શેત્રુંજી નદીએ નાહીને યાત્રાળુ અહીં દર્શન તથા ચૈત્યવંદન કરી, જીવાપરા ગામ પાસેથી ગિરિરાજ પર ચઢવાનું શરૂ કરે છે. ચઢતી વખતે અડધે રસ્તે કુંડ આવે છે. ત્યાંથી રામપોળ અવાય છે. પ્રદક્ષિણાઓ
દોઢ ગાઉની પ્રદક્ષિણા
રામપોળથી નીકળી કિલ્લાની બાજુએ ફરી નવ ટૂકની પ્રદક્ષિણા કરી, બારીએથી હનુમાન દ્વારા પર આવી દાદાની ટૂકમાં દર્શન કરવાથી દોઢ ગાઉની પ્રદક્ષિણા પૂર્ણ થાય છે.
છ ગાઉની પ્રદક્ષિણા
રામપોળની બારીથી છ ગાઉની પ્રદક્ષિણાનો રસ્તો છે. ફાગણ સુદ ૧૩ના દિવસે કૃષ્ણના પુત્ર સાંબ અને પ્રદ્યુમ્નકુમાર સાડા આઠ કરોડ મુનિઓ સાથે મુકિત પામ્યા તેથી છ ગાઉની પ્રદક્ષિણાનો મહિમા છે. એ દિવસે હજારો યાત્રિકો આવે છે. માર્ગમાં ઉલકાજલ પોલાણ, ચિલ્લણ તળાવડી આવે છે.
શ્રી સુધર્માસ્વામીના એક શિષ્ય ચિલ્લણમુનિ સંઘ-સહિત શત્રુંજયની યાત્રાએ આવતા હતા. માર્ગમાં ઉનાળાને લઈને સંઘ તુષાતુર થયો. સંઘે જલ માટે પ્રાર્થના કરી, ચિલ્લણમુનિએ લબ્ધિથી મોટું તળાવ બનાવ્યું. સંઘ જલપાન કરી તૃપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org