SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ગિરિરાજના ભવ્ય અભિષેક શ્રી શત્રુંજય મહાતીર્થના ૧૬ ઉદ્ધારોને તથા નૂતનજિનપ્રાસાદની પ્રતિષ્ઠા મહોત્સવને યાદ કરાવે તેવો ભવ્ય પ્રસંગ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય ચન્દ્રોદય સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી સંવત ૨૦૪૭ પોષ સુદ ૬ રવિવાર તા. ૨૩-૧૨-૯૦ના રોજ મહાપવિત્ર એવા શત્રુંજય ગિરિરાજ પર વિશ્વશાંતિ અને વિશ્વ વિખ્યાત શાશ્વત તીર્થને શુદ્ધ કરવા માટે સુરત નિવાસી પરનું હાલમાં મુંબઈ રહેતાં એવા શેઠ રજનીકાન્ત મોહનલાલ ઝવેરી (દેવડી) તથા શેઠશાંતિચંદ બાલુભાઈ ઝવેરીએ કરાવ્યો. રથયાત્રાનો વરઘોડો મુંબઈમાં ધામધૂમથી નીકળ્યો અને પાલીતાણામાં સંવત ૨૦૪૭ પોષ સુદ ૫ ને શનિવારના રોજ નીકળ્યો. અભિષેક - સંવત ૨૦૪૭ પોષ સુદ - ૬ રવિવાર તા. ૨૩-૧૨-૯૦ બપોરના ૧૨ કલાક ૧૮મિનિટ – ૯ સેકન્ડે ગિરિરાજ પર થયા. આ પ્રસંગે ગામે - ગામથી લાખો શ્રાવક - શ્રાવિકાઓ પગપાળા તથા વાહનોમાં સંઘો લઈને આવ્યા. ૨૭ આચાર્ય ભગવંતો તથા ૩૨૦૦ સાધુ-સાધ્વીઓ પધાર્યા. સમવસરણ મંદિરમાં પધસરોવર બનાવવામાં આવ્યું હતું. તેમાં ભારતની વિવિધ નદીઓ સરસ્વતી, સિંધુ, બ્રહ્મપુત્ર, તાપી, મહી, ગંગા, નર્મદા, શેત્રુંજી તથા જૂનાગઢના ગજપદ કુંડમાંથી પાણી લાવીને પદ્મસરોવરમાં ભર્યું. પ00 લીટર ગૌશાળાની ગાયોનું દૂધ, હિમાલયની વનસ્પતિઓ, સુગંધી દ્રવ્યો, વાસક્ષેપ, અક્ષત, સોના ચાંદીનું બાદલું, સોના ચાંદીના વરખ, રૂપાનાણું, મોતી-હીરા પાસરોવરમાં નાખવામાં આવ્યા. પાણીમાં આ રીતે મિશ્રણ કરી ૫000માટીના કુંભો ભરીને તેના ઉપર શ્રીફળ મૂકીને પીળા, લીલા રેશમી વસ્ત્રો બાંધ્યા. ૫૦૦૦દાનવીરો તથા તપસ્વીઓની પસંદગી કરીને તેઓની પાસે ગિરિરાજ પર શાસ્ત્રોકત વિધિ સાથે અભિષેક કરાવ્યો. મૂળ નાયક શ્રી આદીશ્વર ભગવાનને સોનાના નવ કમળોની ભેટ ધરીને તથા સોના-ચાંદીના ૧૦૮ કળશોથી સુગંધિત દ્રવ્યો - દૂધ જળથી અભિષેક કરવામાં આવ્યો. અભિષેક ૧૨ કલાક ૧૮મિનિટ અને ૯ સેકન્ડ કરવામાં આવ્યો. પાલીતાણા ગામ અને ગિરિરાજ ને કમાનોથી શણગારવામાં આવ્યા. પાલીતાણા નગર ઇન્દ્રપુરી જેવું લાગતું હતું. ભકિતની ધૂનો, સંગીતના ધ્વનિ, વાજિંત્રોના નાદ, જૈન જયતિ : શાસનમ્ ના પોકારો વચ્ચે ભકતો ભાવવિભોર બની ગયા હતા. પાલિતાણાની વસ્તી -૪૦૦00ની છે. તેમાં જૈનોની વસ્તી ૮૦૦૦ની હતી, પણ હાલમાં જૈનોની વસ્તી – ૧૫૦૦ ની છે. ઘોડાગાડી - ૧૨૫ જેટલી છે. જ્યારે ડોળી-૧૦૦૦ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy