________________
૨૮
ભારતનાં મુખ્ય જૈન તીર્થો સીધા રસ્તાઓ પર પથ્થરો લગાવવા શ્રી પ્રેમવર્ધક જૈન સંઘ (ઘરણીધર દેરાસર) અમદાવાદ તરફથી પેઢીને દાન આપવામાં આવ્યું છે.
જગપ્રસિદ્ધ આબુનાં કળામય મંદિરોના સર્જકો, ગુજરાતના મહામંત્રીઓ શ્રી વસ્તુપાળ-તેજપાળ સંવત ૧૨૮૨ માં જે મોટો સંઘ લઈને આવ્યા હતા તેમાં ૪૫૦૦ ગાડાં, ૭૦૦ પાલખી, ૧૮૦૦ ઊંટો, ૨૧૦૦ મહેતા, ૧૨૧૦૦ શ્વેતાંબર જૈનો, ૧૧૦૦ દિગંબર જૈનો, ૪૫૦ ગાંધર્વ, ૩૩૦૦ ભાટ તથા બહોળી રિયાસત હતી.
અગાઉ મોતીશા શેઠની ટૂકને સ્થાને મંત્રી તેજપાળે પોતાની પત્ની અનુપમાદેવીના નામથી બંધાવેલ અનુપમા-સરોવર' હતું. પાછલા કાળમાં તે 'કુંતાસર' નામથી ઓળખાતું. આ સરોવરની પાળે મંત્રીશ્વર વસ્તુપાળની અગ્નિદાહભૂમિ પર મંત્રી તેજપાળે સ્વર્ગારોહણપ્રાસાદ બંધાવી તેમાં નમિ-વિનમિ સમેત ભગવાન ઋષભદેવની પ્રતિમાની સ્થાપના કરેલી. મંત્રી વસ્તુપાળ સંવત ૧૨૯૬માહ વદ પાંચમ રવિવારના રોજ શત્રુંજય પર સ્વર્ગવાસી થયા. મહાપુરુષોનું મૃત્યુ પણ ઉત્તમ સ્થાને જ થાય છે. મહાપુરુષો મોટે ભાગે શુક્રવારે જન્મે છે ને શુક્રવારે મૃત્યુ પામે છે. દર્દી માટે ચૌદસ-અમાસ ભારે કહેવાય છે, પણ મહાપુરુષો સારી તિથિએ જ મૃત્યુ પામે છે.
તળેટીમાં મંત્રીશ્વર વસ્તુપાળ તેમનાં પત્ની લલિતાદેવીના નામ પરથી લલિતાસર' નામનું સરોવર બંધાવ્યું હતું. તેના કાંઠે શ્રી મહાવીરસ્વામીનું મંદિર હતું (જે આગમમંદિરના પાછળના ભાગમાં હતું). હાલ જ્યાં બાબુનું દેરાસર છે ત્યાં સિદ્ધરાજના મહામંત્રી અશકમંત્રીએ સંવત ૧૧૭ની આસપાસ શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર બનાવ્યું હતું. ચૌદમી સદીમાં તળેટીમાં (૧) શ્રી પાર્શ્વનાથ, (૨) શ્રી મહાવીરસ્વામી, (૩) શ્રી નેમિનાથ ભગવાન આવા ત્રણ પ્રભુનાં ભવ્ય જિનાલયો હતો. વર્તમાનકાળમાં તળેટીમાં (૧) શ્રી કેશરિયાજી મંદિર, (ર) શ્રી આગમમંદિર, (૩) શ્રી જંબુદ્વીપ, (૪) શ્રી સમવસરણ મહામંદિર, (૫) શ્રી જયતળેટી, (૬) શ્રી ધર્મનાથસ્વામીનું મંદિર, (૭) શ્રી ધનવસી ટ્રક (બાબુનું દેરાસર) આવેલું છે.
મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળે આબુ-ગિરનાર અને શત્રુંજયાદિ તીર્થોમાં ભવ્ય જિનમંદિર બંધાવ્યાં છે. આ ત્રણ તીર્થસ્થાનો પર મંદિરો બંધાવવામાં ૪૪ કરોડ અને ૩૬ લાખ રૂપિયાનો વ્યય કર્યો હતો.
મંત્રીશ્વરે સ્વેચ્છના ભાવી ઉપદ્રવની સંભાવનાથી મમ્માણના ઉત્તમ પથ્થરની શ્રી ઋષભદેવ ભગવાનની અને શ્રી પુંડરીક સ્વામીની એમ બે મૂર્તિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org