SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ નાની રકમના સર્વસ્વ દાનની કિંમત ઘણી મોટી છે. શત્રુંજય ઉદ્ધારો ભીમો કુંડલિયો તીર્થયાત્રા કરી ઘેર ગયો. સ્ત્રીને વાત કરી, સ્ત્રીને ખૂબ આનંદ થયો. ઘરમાં બાંધેલી ગાય, બાંધવાનો ખીલો તોડી જતી રહી. બન્નેની નજર ખીલા નીચેના ખાડા તરફ ગઈ. જુએ તો નીચે ચરુ દેખાયો. ચરુ દેખાવાથી ખૂબ આનંદ થયો. ભીમો પાછો બાહડ મંત્રી પાસે ગયો ને તેમને ચરુ તીર્થસેવા માટે ભેટ આપ્યો. મહારાજા કુમારપાળ શત્રુંજયની યાત્રાએ સંઘ લઈને આવ્યા. સંઘ લઈને આવે એટલે સંઘપતિને તીર્થમાળ પહેરવી પડે. જે તીર્થમાળ પહેરે તેની ફરજો વધી જાય છે. તીર્થમાળ પહેરનારે સંઘના હિત માટે, સ્વામીભાઈના કલ્યાણ માટે તથા શાસનના ઉદ્યોત માટે દિનરાત પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ વખતે મહુવાના હંસ મંત્રીના પુત્ર જગડુશાહને આચાર્યશ્રી હેમચંદ્રાયાર્થે તીર્થમાળ પહેરી તીર્થસેવાનો લાભ લેવા ઉપદેશ આપ્યો. જગડુશાહે તીર્થમાળ પહેરવાનો લાભ તેમના માતુશ્રીને આપ્યો. આ વખતે જગડુશાહે તીર્થસેવા માટે પાંચ બહુમૂલ્ય રત્નો મહારાજા કુમારપાળને આપ્યાં. જગડુશાહે આ રીતે મહુવા (મધુમતી)ના નામને ઉજ્જવળ કર્યું. કુમારપાળ મહારાજાએ ૧૪૪૪ નવા મંદિરો બનાવ્યાં તથા ૧૬૦૦૦ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. મહારાજા કુમારપાળ સંવત ૧૨૩૦માં સ્વર્ગવાસી થયા. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સંવત ૧૨૨૯માં કાળધર્મ પામ્યા. મંત્રીશ્વર બાહડના ચૌદમા ઉદ્ધાર પછી ગુર્જરેશ્વર વીરધવલના મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ શત્રુંજયની યાત્રા કરવા મોટા મોટા સંઘો લઈને ૧૪ વાર (૧૨) આવ્યા હતા અને શત્રુંજય પર અનેક નવીન ધર્મસ્થાનો, મંદિરો વગેરે કરાવી તીર્થને શોભાવ્યું હતું. ગિરિરાજ પર મંત્રીશ્વર બંધુયુગલે શ્રી નેમિનાથ અને પાર્શ્વનાથજીનાં ભવ્ય જૈન મંદિરો તથા વિશાળ ઈન્દ્રમંડપ બંધાવવાની વ્યવસ્થા કરી. મુખ્ય મંદિ૨ ૫૨ ત્રણ સુર્વણકળશ ચઢાવ્યા, તેમ જ તેજપાલે ગિરિરાજ પર શ્રી નંદીશ્વરદ્વીપની રચના કરાવી. નવા આદીશ્વર ભગવાનનું દેરાસર તથા શ્રી સીમંધર સ્વામીનું દેરાસર પણ વસ્તુપાલ –તેજપાલે બંધાવ્યાં છે. પહાડ પર ચઢવાની મુશ્કેલી હતી. રસ્તો કઠણ હતો. તે સુલભ બનાવવા મંત્રી તેજપાલે સંવત ૧૨૮૮માં પગથિયાવાળો નવો રસ્તો બનાવ્યો. હાલમાં જે નવાં પગથિયાં છે તે આણંદજી કલ્યાણજીની પેઢીએ બનાવ્યાં છે. શ્રી જયતળેટીથી રામપોળ સુધી તથા ઘેટીના પાગથી દાદાની ટૂંક જવાના રસ્તા પર પગથિયાં માટે તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy