________________
૨૬
ભારતનાં મુખ્ય જૈન ધર્મો પ્રતિજ્ઞા કરી, જ્યારે ચોથી ઇચ્છા માટે મુનિ ભગવંતનો જોગ અશકય હતો. તેથી વંઠ પુરુષને સાધુનો વેશ પહેરાવી તેની પાસે ઉદયન મંત્રીને નિયામણા (પ્રતિજ્ઞાઓ) કરાવી. વંઠ પુરુષ સાધુના વેશનું આવું મહત્ત્વ અને માન જોઈ સાચા સાધુ થઈ ગયા, અને મુનિ ભગવંત પાસે જઈ વિધિપૂર્વક દીક્ષા લઈ નિર્મળ-શુદ્ધ ચારિત્ર પાળી, ગિરનારજી પર બે મહિનાનું અનશન કરી દેવલોકમાં ગયા.
બાહડ મંત્રીએ કુમારપાળ મહારાજાની આજ્ઞા મેળવી ગિરનારજી પર ત્રેસઠ લાખ દ્રવ્ય ખર્ચી નવાં પગથિયાં કરાવ્યાં તથા શત્રુંજય પર બધાં મંદિરો પાષાણમાં બનાવી, શ્રી હેમચંદ્રાચાર્યજીને બોલાવી, મોટા ઉત્સવપૂર્વક સંવત ૧૨૧૩ માગશર સુદ સાતમ અને શનિવારના રોજ પ્રતિષ્ઠા કરાવી, બાહડ મંત્રીએ ચૌદમા ઉદ્ધારમાં બે કરોડ ને સત્તાણું લાખ દ્રવ્ય ખર્યું. હાલ જે મંદિર છે તે બાહડ મંત્રીએ બનાવેલું છે.
શત્રુંજયની તળેટીમાં બાહડ મંત્રીએ કુમારપાળ મહારાજાના પિતા ત્રિભુવનપાલના નામ ઉપરથી 'ત્રિભુવનવિહાર' નામનું જિનાલય બંધાવી તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી.
મહારાજા કુમારપાળ શ્રી હેમચંદ્રાચાર્યજી મ.સા.ના ઉપદેશથી પાટણથી એક મહાન સંઘ લઈ સિદ્ધાચલજી આવ્યા. મહાન સમૃદ્ધિ સહિત કુમારપાળ મહારાજા પાલીતાણા પધાર્યા, ત્યાં તળેટીમાં પોતાના પિતાના નામથી બંધાયેલ મંદિર 'ત્રિભુવનવિહાર' જોઈ ખૂબ પ્રભાવિત થયા. શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરી ઘણાં પ્રસન્ન થયા. બીજા દિવસે ગિરિરાજ ઉપર ચઢતાં 'હિંગરાજ હડા' ઉપરનો સીધો ચઢાવ જોઈ તેની નીચે કુંડ બંધાવવાનો હુકમ કર્યો, જે કુંડ અત્યારે પણ વિદ્યમાન છે અને ‘કુમા૨કુંડ’ના નામે ઓળખાય છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના ઉપદેશથી શ્રી શત્રુંજય તીર્થ ૫૨, હાથી પોળ પાસે 'કુમાર વિહાર' નામનું ભવ્ય જિનાલય બંધાવ્યું, જેમાં શ્રી ઋષભદેવ ભગવાનને મૂળ નાયક તરીકે પધરાવ્યા. શ્રી બાહડ મંત્રી જ્યારે શત્રુંજયના ઉદ્ધાર માટે સંઘ લઈને આવ્યા ત્યારે
તે સમાચાર ટીમાણા ગામના ભીમા કુંડલિયાને મળ્યા, તેને તીર્થથાત્રા કરવાની ઇચ્છા થઈ. જ્યારે તે સંઘ પાસે આવ્યો ત્યારે તીર્થભકિતનો લહાવો લેવા ટીપ ચાલતી હતી. ભીમા કુંડલિયાને તીર્થભકિતમાં ફાળો આપવાની ઈચ્છા થઈ. તે બાહડ મંત્રીને મળ્યો, તેની પાસે ફકત રૂપિયા સાતની મૂડી હતી. આ સાતનો ફાળો સ્વીકા૨વા તેણે બાહડ મંત્રીને વિનંતી કરી. ૨કમ નાની હોવા છતાં ભકિત ઘણી ઊંચી હતી, જેથી બાહડ મંત્રીએ રકમનો સ્વીકાર કરી તેને ધન્યવાદ આપ્યા. કરોડોના દાન કરતાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org