________________
૨૫
શત્રુંજય ઉદ્ધાર નામે સંસ્કારી પુત્ર હતો. જાવડશાના લગ્ન ઘેટી ગામના શ્રેષ્ઠિ શૂરની સુપુત્રી સુશીલા સાથે થયા હતાં. જાવડશાએ શત્રુંજય-ઉદ્ધાર માટે શ્રી ચક્રેશ્વરીદેવીની આરાધના કરી. તક્ષશિલાના જગન્માલ્ય રાજાને ખુશ કરી, તેમના ભોયરામાંથી આદેશ્વર ભગવાનની મૂર્તિ વાજતે ગાજતે લાવીને શત્રુંજય પર પધરાવી તીર્થનો તેરમો ઉદ્ધાર કર્યો. જાવડશાએ તક્ષશિલાથી મૂર્તિ શ્રી શત્રુંજય પર લાવ્યા તેમાં નવ લાખ સોનામહોરોનો ખર્ચ કર્યો હતો અને તેરમો ઉદ્ધારમાં દશ લાખ સોનામહોરો વાપરી હતી. માનવી જન્મે છે ને મૃત્યુ પામે છે. સમય થયે સૌ ચાલ્યાં જાય છે. ધર્મી અને દાનવીરની મનોકામના ઘણી હોય છે, પણ આયુષ્ય ઓછું હોય છે, જેથી વડીલો કહે છે કે "ભાઈ આજનું કામ આજે કર." સારાં કામોનો વાયદો ન હોય. જાવડશા અને તેમનાં ધર્મપત્ની સુશીલા શત્રુંજયના તેરમા ઉદ્ધારનું કામ પતાવી, સુંદર પુણ્ય ઉપાર્જન કરી, દાદાના મંદિર ઉપર ભાવ-ભકિતથી દધ્વજદંડ ચઢાવી હર્ષાવેશમાં સાથે જ મૃત્યુ પામી ચોથા દેવલોકમાં દેવ થયાં. એટલે તો કહેવાય છે કે દાન એક એવી સંપત્તિ છે જે મૃત્યુ પછી પણ સાથે આવે છે. (૧૪) ચૌદમો ઉદ્ધાર શ્રી બાહડ મંત્રીનો, સંવત ૧૨૧૩ માં
એક વાર કુમારપાળ મહારાજાએ સોરઠ દેશના રાજા અમરસેનને જીતવા ઉદયન મંત્રીને મોકલ્યા હતા. તે વખતે મંત્રી શત્રુંજયની જાત્રા કરવા પધાર્યા, તે સમયે મંદિર કાષ્ઠનું હતું. ત્યાં એક ઉંદરને સળગતી દીવાની વાટ કાષ્ઠના મંદિરમાં લઈ જતો જોઈ, ઉદર પાસેથી વાટ મુકાવી, અને તેઓને વિચાર આવ્યો કે કાષ્ઠના મંદિરનો કોઈ વખત આવી રીતે નાશ થઈ જવાનો સંભવ ખરો. મન સાથે નક્કી કર્યું કે જ્યાં સુધી આ તીર્થનો જીર્ણોદ્ધાર ન કરાવું ત્યાં સુધી નિત્ય એકાસણાં કરવાં, પૃથ્વી પર શયન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું અને તાંદુલનો ત્યાગ કરવો. આ પ્રમાણેના અભિગ્રહો ભગવંતની આગળ કર્યા. અમરસેન રાજા સાથે યુદ્ધ કરતાં શત્રુનાં બાણોથી ઉદયન મંત્રી ઘવાયા અને મૃત્યુ પામ્યા. મરતાં પહેલાં પોતાની ચાર ઇચ્છાઓ રજૂ કરી :
(૧) પોતાના નાના પુત્ર અબડને સેનાપતિ બનાવવો. (૨) શત્રુંજય પર ઉદ્ધાર કરાવવો. (૩) ગિરનાર પર પથ્થરનાં પગથિયાં કરાવવાં. (૪) મુનિ ભગવંતનાં દર્શન કરવાં. પ્રથમની ત્રણ ઇચ્છાઓ તેમના મોટા પુત્ર બાહડ મંત્રીએ પૂરી કરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org