________________
૨૯
શત્રુંજય ઉદ્ધારો બનાવીને ગુપ્તઘરમાં રાખી હતી.
વસ્તુપાળ પછી મહાદાનેશ્વરી જગડુશાહ સંવત ૧૩૧૬ લગભગ કચ્છ-ભદ્રેસરથી મહાન સંઘ લઈને સિદ્ધાચલજી આવેલા. તેમણે સાત દેવકુલિકાઓ કરાવી છે. આચાર્યશ્રી પરમદેવસૂરિના તેઓ પરમ ભકત હતા.
જગડુશાહ પછી ધર્મવીર સાધુપુરુષ પેથડશાહનો સમય આવે છે. માંડવગઢના આ દાનવીર પુરુષે આચાર્ય ધર્મઘોષસૂરિજીના ઉપદેશથી અનેક ધાર્મિક કાર્યો કર્યા છે. સંવત ૧૩૨૦ લગભગ શ્રી ધર્મઘોષસૂરિજીની અધ્યક્ષતા નીચે સિદ્ધાચલજીનો મહાન સંઘ કાઢયો. સિદ્ધગિરિ ઉપર સિદ્ધસિદ્ધ કોટિકોટિના નામે ઓળખાતું શ્રી શાંતિનાથ ભગવાનનું ભવ્ય જિનાલય બંધાવ્યું. (૧૫) પંદરમો ઉદ્ધાર સમરાશાનો સંવત ૧૩૦૧
આપણે પંદરમા ઉદ્ધાર પહેલાનો શત્રુંજય ગિરિરાજનો જાહોજલાલીનો ગૌરવભર્યો ઇતિહાસ જોઈ ગયા. તેરમા ઉદ્ધાર અને પંદરમા ઉદ્ધારની વચમાં ૩૮૪૦૦૧ સંઘો શત્રુંજયની યાત્રાએ, યાત્રા કરવા આવ્યા હતા. હાલમાં પણ દર વર્ષે અનેક સંઘો છ'રી પાળતા તથા વાહનોમાં આવે છે. સિદ્ધગિરિની મહત્તા, પૂજ્યતા, પ્રભાવ અને વૈભવની યશોગાથા ભારતના ખૂણે ખૂણામાં ફેલાઈ હતી. વસ્તુપાલ, જગડુશાહ, પેથડશાહનાં ભવ્ય મંદિરોની ખ્યાતિ પણ ખૂબ ખૂબ પ્રસરી - હતી. તેવામાં ગુજરાત પર અલ્લાઉદ્દીન ખિલજીની રાહુદષ્ટિ પડી અને સંવત ૧૩૬૦માં તેણે ગુજરાત જીત્યું.
પાટણમાં ઓશવાલ જ્ઞાતિના દેશલશા નામના શ્રેષ્ઠિ વસતા હતા, તેમને ભોલી નામની સ્ત્રી હતી અને સમર નામનો પુત્ર હતો.
મંત્રીશ્વર વસ્તુપાળના મૃત્યુ પછી ૭૦ વર્ષ બાદ સંવત ૧૩૬૯માં પ્લેચ્છ લોકોએ શત્રુંજય તીર્થનો ધ્વંસ કર્યો. મૂળ નાયક શ્રી આદીશ્વર ભગવંતની મૂર્તિ તથા બીજી સેંકડો મૂર્તિઓનો નાશ કરી નાંખ્યો તથા ખંડિત કરી. આ સમાચારથી 'ભારતભરમાં જૈન સંઘોને ભારે આઘાત લાગ્યો. કેટલાક રુદન કરવા લાગ્યા. કેટલાકે ખાવાપીવાનું છોડી દીધું. કેટલાક મૂચ્છથી બેભાન બની ગયા.
પાટણના દેશલશા પણ આ સમાચારથી મૂર્જીવશ બની ગયા. મૂચ્છ દૂર થતાં, પૌષધશાળામાં શ્રી સિદ્ધસેનસૂરિજી મહારાજ પાસે ગયા અને પોતાને થયેલ દુઃખનું નિવેદન કર્યું. આચાર્ય ભગવંતે અત્યાર સુધીમાં કોણે કોણે શત્રુંજયનો ઉદ્ધાર કરાવ્યો હતો અને કોણ કોણ કરાવશે તેનું સુંદર વર્ણન કર્યું. આચાર્ય મહારાજે દિશિલશાને તીર્થનો ઉદ્ધાર કરવા આદેશ આપ્યો. દેશલશા આનંદ પામ્યા અને ઘેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org