SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ભારતનાં મુખ્ય જૈન તીર્થો છે. માટે હે પુણ્યવાન આત્માઓ ! તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજના માહાત્મ્યને તમે સાંભળો, જેથી આપત્તિરહિત સંપત્તિની પ્રાપ્તિ થાય! શ્રી શત્રુંજય મહાતીર્થ સંકલન – મહેન્દ્રભાઈ ગોળવાળા તીર્થંકર પરમાત્મા એક વાર જ્યાં વિચરે તે તીર્થ, જ્યાં કલ્યાણક – પ્રભુનાં પગલાં થાય તે તીર્થભૂમિ . આત્માને તારે એ તીર્થ. તીર્થને પ્રવર્તાવે તે તીર્થંકર. તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું પાલન તે ધર્મ, પાપોનો ત્યાગ તે ધર્મ. ધર્મની કેડીએ ચાલવું તે જીવન. તીર્થને વાચા નથી હોતી પણ એ તીર્થધામો ખડાં ખડાં મૌન દ્વારા હજારો ઉપદેશો જેવીજ પ્રાણપ્રેરક પ્રેરણા આપે છે. જગતની જીવન કથા અને આત્માની અમરકથા એ તીર્થો સંભળાવે છે. એક એક તીર્થજૈન સમાજની પ્રાચીન જાહોજલાલી, ભવ્ય ભૂતકાળ, જવલંત ઇતિહાસ, મૂર્તિમંત કળા અને અનુપમ ગૌરવગાથાનો મહાન ગ્રંથ છે. જૈન સંધની એકતા અને જૈન સંધનું સંગઠન જૈન તીર્થોને જ આભારી છે. જૈન સમાજ, જૈન ધર્મ, જૈન સંસ્કૃતિ અને જૈન શાસનને ટકાવી રાખવામાં જૈન તીર્થોનો ફાળો સવિશેષ છે. Jain Education International અનાદિ - અનંત સંસાર સાગરમાં કર્મવશ ચારે પ્રકારની ગતિઓમાં પરિભ્રમણ કરતાં ભવ્ય જીવોને માટે પરમ કલ્યાણનું કારણ અપ્રતિમ ઉદ્ધારક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy