________________
૧૭
[
પ માં
શ્રી શત્રુંજય માહામ્ય
એકેકું ડગલું ભરે, ગિરિ સનમુખ ઉન્માળ; કોડિ સહસ ભવના કર્યા; પાપ ખપે તત્કાળ. સિદ્ધાચળ સિદ્ધિ વર્યા, ગૃહિ મુનિ લિંગ અનંત; આગે અનંતા સિદ્ધશે, પૂજો ભવિ ભગવંત. શત્રુંજય ગિરિ મંડણો, મરુદેવાનો નંદ; યુગલાધર્મ નિવારકો, નમો યુગાદિ નિણંદ.
IL S LL
| "શ્રી શત્રુંજય માહાભ્ય"ના શ્રવણનો મહિમા
- પૂ. આચાર્યદેવ શ્રી ધનેશ્વરસૂરીશ્વરજી મ.સા. હે ભવ્યો ! તપ, જપ, દાન અને સત્કર્મનું શું પ્રયોજન છે? એક વાર શ્રી શત્રુંજયગિરિના માહાભ્યનું તમે શ્રવણ કરો. ધર્મ પામવાની ઇચ્છાથી તમે સર્વ દિશાઓમાં શા માટે પરિભ્રમણ કરો છો? એક વાર જઈને શ્રી પુંડરીકગિરિની છાયનો પણ સ્પર્શ કરો ! અન્ય કાંઈ કરવાની જરૂર નથી. આ માનવજન્મ મેળવી અને અનેક શાસ્ત્રોને સાંભળી તેના પરિણામરૂપ જે કાંઈ કરવાનું છે તે સર્વ શ્રી શત્રુંજય તીર્થાધિરાજની કથાનું શ્રવણ કરવાથી સફળ બને છે! માટે તમે તે રીતે કરીને જન્મને સફળ કરો !
હે ભવ્યો ! જો તમારે તત્ત્વને જાણવાની ઇચ્છા હોય, જો ધર્માચરણ કરવાનું તમારું મન હોય તો અન્ય સર્વને ત્યજી આ શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થની નિશ્રાને સ્વીકારો.
શ્રી શત્રુંજય તીર્થરાજ પર શ્રી જિનેશ્વર ભગવંતના ધ્યાનને ધરવા જેવું એકેય શ્રેષ્ઠ કાર્ય જગતમાં નથી. આ તીર્થ જેવું પરમ તીર્થ અન્ય કોઈ નથી. અને આવા પરમ પવિત્ર તીર્થક્ષેત્ર પર શ્રી જિનેશ્વરદેવના -ધ્યાન જેવું અન્ય એકેય ધર્માચરણ નથી.
અન્ય તીર્થોમાં જઈ ઉત્તમ ધ્યાન, શીલ, દાન અને પૂજન કરવા દ્વારા જે ફલપ્રાપ્તિ થાય છે, તેનાથી અધિક ફલ શ્રી શત્રુંજયની કથાનું શ્રવણ કરવાથી થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org