________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૩૩૧
શ્રી એબિકાદેવી
સૌરાષ્ટ્ર દેશમાં શ્રી રૈવતગિરિની દક્ષિણ દિશામાં કુબેર નામના નગરમાં દેવભટ્ટ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે બારવ્રતધારી હતો. તેને દેવલ નામની સ્ત્રી હતી, તેમને પુત્ર થયો તેનું નામ સોમભટ્ટ રાખ્યું હતું. સોમભટ્ટ ઉમર લાયક થતાં તેનાં અંબિકા નામની ગુણવાન કન્યા સાથે લગ્ન કર્યા. દેવભટ્ટ મરણ પામતાં તેમના ઘરમાંથી જૈનધર્મ લુપ્ત થયો. શ્રાદ્ધના દિવસે કાગડાને પિંડ આપવો, રોજ પીપળાની પૂજા કરવી વગેરે કરવા લાગ્યા.
એક વખતે શ્રાદ્ધનો દિવસ હતો. તેથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી હતી. મધ્યાહન સમયે માસોપવાસી બે મુનિભગવંતો ફરતા ફરતા ગોચરી વહોરવા ત્યાં આવી પહોંચ્યા. અંબિકા ઘરમાં એકલી હતી. મુનિ ભગવંતોને આવેલો જોઈ ખૂબ હર્ષ પામી. ભાવપૂર્વક વાનગીઓ વહોરાવી. મુનિભગવંતો ગયા પછી અંબિકા મનમાં અનુમોદન કરે છે. ખરેખર હું આજે ભાગ્યશાળી બની કે મને મુનિનો સમાગમ થયો, વાનગીઓ તૈયાર હતી જેતપસ્વી મુનિભગવંતોને વહોરાવવાનો લાભ મળ્યો.” આમ અનુમોદના કરવાથી તેને ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું.
અંબિકાના સાસુને તથા પતિ સોમભટ્ટને અંબિકાએ મુનિભગવંતોને વહોરાવ્યું તે ગમ્યું નહીં જેથી અંબિકાને ખૂબ માર મારી ઘરમાંથી કાઢી મૂકી.
અંબિકા પોતાના બે બાળકોને તેડીને દાનની અનુમોદના કરતી કરતી રૈવતગિરિ તરફ જવા લાગી. રસ્તામાં બન્ને બાળકો ભૂખ્યા અને તરસ્યા થવાથી રૂદન કરવા લાગ્યા. શ્રી જિનેશ્વર ભગવંતનું ધ્યાન ધરવા લાગી. થોડું આગળ ચાલી ત્યાં પાણીથી ભરેલું સરોવર અને પાકી કેરીથી લચી પડેલા આંબાના વૃક્ષો જોવામાં આવ્યાં. અંબિકાએ બન્ને પુત્રોને કેરીના ફળો ખવડાવ્યાં અને પાણી પીવડાવ્યું. સુપાત્ર દાનનું કેવું તાત્કાલિક ફળ મળ્યું. એમ વિચારતી અનુમોદના કરી વૃક્ષ નીચે થોડીવાર વિશ્રાંતિ લઈ અંબિકા આગળ ચાલવા લાગી.
આ બાજુ તેની સાસુ દેવલ અંબિકાનો તિરસ્કાર કરી તેને ઘરની બહાર કાઢી મૂકીને ભોજનને ઠંડું થઈ ગયેલું માની બીજી રસોઈ કરવા જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org