________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૩૨૩ શ્રી નંદિશ્વરદ્વીપ, શ્રી પદ્માવતી માતાની મૂર્તિ, શ્રી સમેતશીખરજીનો પત્ર, શ્રી શત્રુંજ્ય તીર્થનો પટ, મહાવીરસ્વામીની શ્યામ મૂર્તિ, શ્રી રહનેમિની મૂર્તિઓ છે. ભોંયરામાં શ્રી રહનેમિ અને શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિઓ છે, જેને જીવિતસ્વામીની પ્રતિમાઓ કહે છે. બીજા ભોયરામાં શ્રી સંપ્રતિ મહારાજાના સમયની શ્રી પાર્શ્વનાથ ભગવાનની સુંદર મૂર્તિ છે. આ મૂર્તિની ડાબી બાજુએ શ્રી નેમિનાથ ભગવાન તથા રાજુમતીનાં પગલાં છે. ભમતીમાં શ્રી નેમિનાથ ભગવાનનાં મોટા પગલાં તથા અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીની મૂર્તિ છે. પગથિયાં ઉતરીને નીચે જઈએ એટલે શ્રી અદબદજીની સુંદર મૂર્તિ આવે છે, તેની સામે પાંચ મેરુનું સુંદર મંદિર છે. આ ટૂકમાં પાષાણની પ્રતિમાજી -૧૩૫+૨૧૮+૪=૩૫૭, ધાતુની પ્રતિમાજી - ૮, તથા પગલાં-૧૮ જોડ છે. (૨) શ્રી જગમાલનું મંદિર : | શ્રી નેમિનાથ ભગવાનના મંદિર પાછળ આ મંદિર છે જે પોરવાડ જગમાલ ગોરધનદાસે બંધાવ્યું. હતું. જેની પ્રતિષ્ઠા સવંત : ૧૮૪૮ વૈશાખ સુદ-૬ ને શુક્રવારના રોજ શ્રી જિનેન્દ્રસૂરિ મહારાજ પાસે કરાવી હતી. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. (૩) શ્રી માનસંગ ભોજરાજની ટૂંક :
કચ્છ માંડવીના વીશા-ઓશવાળ માનસિંહભોજરાજે સંવત ૧૯૦૧માં આ મંદિર બંધાવ્યું હતું. મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાન છે. ચોકમાં સુરજકુંડ છે. (૪) શ્રી મેરકવશીની ટૂંક : - શ્રી અદબદજીના મંદિરેથી ડાબી બાજુના દરવાજામાં થઈને જવાય છે. મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. ભમતીમાં અષ્ટાપદની રચના છે, જેમાં ૨૪ પ્રતિમાજીઓ છે. શ્રી ચૌમુખજીનું મંદિર છે, જે દર્શનીય છે. પાંચ મેરુના મંદિર છે. આ મંદિરમાં કુલ ૧૧૩ પ્રતિમાઓ છે. આ ટૂકનો જીર્ણોદ્ધાર સિદ્ધરાજ રાજાના મંત્રી સજ્જને કરાવ્યો હતો. થાણા દેવળીના ભીમાશેઠે અહીં કુંડ બંધાવ્યો હતો. જેને ભીમકુંડ' કહે છે, અને પ્રભુજી માટે ૧૮ રત્નોનો હાર કરાવ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org