________________
૩૧૩
શ્રી ગિરનાર તીર્થ ગર્ભકાળમાં અરિષ્ટમય ચક્રધારા જોઈ હતી. એટલે પુત્રનું નામ "અરિષ્ટનેમિ" રાખ્યું. અનુક્રમે કુમારપણામાં ત્રણસો વર્ષ વ્યતીત કર્યા ત્યારે પ્રભુ યુવાવસ્થાને પામ્યા. માતા-પિતા-ભાઈઓ તથા ભાભીઓની વિનંતીથી મથુરા નગરીના રાજા ઉગ્રસેનની પુત્રી રાજીમતી સાથે લગ્ન કરવા સંમત થયા. રાજા ઉગ્રસેનની પત્નીનું નામ ધારિણી હતું.
ભગવાન શ્રી નેમિનાથ રાજીમતીની સાથે લગ્ન કરવા જાન લઈને આવ્યા. પણ પશુઓનો અવાજ સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તરત જ રાજપાટ, વૈભવનો ત્યાગ કરી વર્ષીદાન આપી શ્રાવણ સુદ-૬ના દિવસે ઉત્તરકુરૂ નામની શિબિકા પર આરૂઢ થઈ નગરી બહાર નીકળ્યા અને ઉજ્જયંત (ગિરનાર) પર્વત ઉપર સહસાવન (સહસ્ત્રાપ્રવન) નામના વનમાં જઈ ચિત્રા નક્ષત્રમાં દિવસના પૂર્વ ભાગમાં હજાર રાજાઓ સાથે દીક્ષા ગ્રહણ કરી. ચોપન દિવસ અન્યત્રવિહાર કરીને શ્રી નેમિનાથ ભગવાન ફરીથી સહસાવનમાં પધાર્યા અને ભાદરવા વદ-અમાસના દિવસે ચિત્રા નક્ષત્રમાં દિવસના પૂર્વ ભાગમાં અઠ્ઠમ તપ વડે કેવળજ્ઞાન પામ્યા.
શ્રી નેમિનાથ અને રાજીમતીનો પ્રેમસંબંધ આઠ આઠ જન્મોથી ચાલ્યો આવતો હતો. આ નવમાં ભવનો સંબંધ હતો. જ્યારે નેમિકુમાર લગ્ન મંડપમાં આવ્યા સિવાય પાછા વળ્યા ત્યારે આ સમાચાર સાંભળીને રાજીમતી કરૂણ કલ્પાંત કરે છે. રાજીમતીને અન્ય કોઈ મનગમતાં રાજકુમાર સાથે પરણવા માટે ખુબ સમજાવી, પણ રાજીમતી તો નેમિકુમારને મન-વચન-કાયાથી સમર્પિત બની ચૂકી હતી. એણે લગ્ન તો ન જ કર્યાં. બલ્કે જ્યારે ગિરનારનાં સહસાવનમાં શ્રી નેમિનાથ ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે રાજીમતી ત્યાં પહોંચી ગયા, અને ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી અને તપશ્ચર્યા કરતાં કરતાં મોક્ષે ગયા.
શ્રી નેમિનાથ ભગવાનને વરદત્ત વગેરે ૧૧ ગણધરો હતા. ૧૮ હજર સાધુઓ, ૪૦ હજાર સાધ્વીઓ, એક લાખ ૬૯ હજાર શ્રાવકો, ત્રણ લાખ ૩૬ હજાર શ્રાવિકાઓ હતી. ગોમેધ નામના યક્ષ અધિષ્ઠાયક દેવ બન્યાં અને શ્રી અંબિકા દેવી અધિષ્ઠાયિકા દેવી બન્યાં.
શ્રી નેમિનાથ ભગવાન એક મહિનાનું અનશન કરી પર્યંકાસને બેસી ગિ૨ના૨૫ર્વતની ચોથી ટૂકે 'શ્યામ શિલા' ઉપર ૫૩૬ મુનિવરો સાથે અષાઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org