________________
૩૧ ૨
શ્રી કલકત્તા તીર્થ મહાવીરસ્વામી ભગવાન, શ્રી આદીશ્વર ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાનની મનોહર મૂર્તિઓ છે.
(૪) માણેકતલ્લામાં શેઠશ્રી ગણેશીલાલ કપૂરચંદે બંધાવેલું શિખરબંધી દેરાસર છે.
(૫) માણેકતલ્લામાં શેઠ સુખલાલજી ઝવેરીએ સંવતઃ ૧૯૨૪માં બંધાવેલું શિખરબંધી દેરાસર છે.
(૬) અપર સરકયુલર રોડ ઉપર શામ બજારમાં બાબુ રાયબદ્રીદાસ મુકીએ સંવત : ૧૯૨૩માં શિખરબંધી ભવ્ય મંદિર બંધાવ્યું હતું. કલકત્તાના બધા મંદિરોમાં આ મંદિર અદ્દભુત છે ને કલાકૃતિનો નમૂનો છે. ' . માતા ખુશાલકુંવરીની પ્રેરણાથી રાય બદ્રીદાસે મંદિર બંધાવ્યું હતું. આગ્રાના રોશન મહોલ્લાના પ્રાચીન મંદિરના ભોંયરામાંથી શ્રી શીતલનાથ ભગવાનની ૭૦ સે.મી. ની મૂર્તિ પ્રાપ્ત થઈ હતી જે અહી મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત કરી છે. મૂળનાયકની આંગીમાં નીલમ-હીરા-માણેક-મોતીનાં આઠ હાર અને ગંઠો બનાવેલો છે. ગોખલામાં એક પાનાની લીલી, બે રત્નની, એક સાચા મોતીની શ્યામ મૂર્તિ તથા એક માણેકની એમ પાંચ કિંમતી પ્રતિમાઓ છે. એક ગોખમાં અખંડ દીવો છે, તેની મેશ કેસરી રંગની થાય છે. વિશાલ કમ્પાઉન્ડમાં નાનું તળાવ, ફુવારાઓ, વિવિધ પૂતળાં તથા રાયબદ્રીદાસજી નમ્રવદને હાથ જોડીને બેઠેલા હોય તેવી મૂર્તિ એક દેરીમાં છે. આખુંયે મંદિર વિવિધ રંગના કાચના મીનાથી ભરેલું છે. દેશ-પરદેશના લોકો આ મંદિર જોવા આવે છે અને આ દેરાસરને બંગાળનું સૌદર્ય'Beauty of Bengal' કહે છે.
(૭) રાય બદ્રીદાસજીના મંદિરોની સામે શેઠ મુનાલાલ હીરાલાલ મુકાદમનું શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનનું દેરાસર છે.
(૮) રાય બદ્રીદાસજીના દેરાસરના બગીચા સામે શ્રી મહાવીરસ્વામી ભગવાનનું દેરાસર છે, જેમાં તળાવ તથા ધર્મશાળા છે.
(૯) રાય બદ્રીદાસજીના દેરાસર સામે દાદાજીનાં પગલાંવાળું મંદિર છે. તેમાં આર્ય સ્થૂલિભદ્રજીનાં અને દાદાજીનાં પગલાં છે. કાર્તિકી પૂર્ણિમાએ વરઘોડો અહીંયા ઉતરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org