________________
૩૧૦
શ્રી અજીમગંજ તીર્થ મૂર્તિ છે. આ ઉદ્યાનમાં દરેક ચીજની નિર્માણશૈલી સુંદર અને જોવાલાયક છે. આ દેરાસર શ્રી મહેતાબકુંવરબાની પ્રેરણાથી શેઠ લક્ષ્મીપતિસિંહજીએ બંધાવ્યું હતું. મંદિરમાં પાનારત્ન-સોના-ચાંદીની મૂર્તિઓ છે. બગીચામાં દાદાવાડીમાં શ્રી જિનદત્તસૂરિ તથા શ્રી જિનકુશળસૂરિની ચરણ પાદુકાઓ છે.
- શ્રી અજીમગજ તીર્થ
:
મ
બંગાળની પંચતીર્થીનું આ એક તીર્થ છે. જીયાગંજથી ગંગા નદી હોડીમાં પાર કરીને જઈ શકાય છે. ગંગા નદીના એક કિનારે અજીમગંજ અને બીજા કિનારે જીયાગંજ આવેલ છે. ભાગલપુર યા હાવરાથી ટ્રેઈનમાં પણ જઈ શકાય છે. ગંગા નદીના કિનારે વસેલાં આ સ્થળનું દશ્ય ઘણું જ સુંદર છે. અહીંના શ્રેષ્ઠિઓ જમીનદાર હતા ને બાબુના નામે ઓળખાય છે. શ્રીમંત જાગીરદારોમાં રા.બ. ધનપતસિંહજી, રા.બ. સીતાપચંદજી નાહર, રા. બ. બહાદુરસિંહજી સિંધી નવલખાવાળા વગેરેની ધર્મભાવના અને સાધર્મિક ભકિતના કારણે આ તીર્થોના જીર્ણોદ્ધારો થયો છે તથા નવા મંદિરો, ધર્મશાળાઓ બન્યાં છે.
અજીમગંજમાં નીચે મુજબ ૧૦ મંદિરો આવેલાં છે.
(૧) મહાજનપટ્ટીમાં શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર છે. (૨) મહાજનપટ્ટીમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. તેમાં મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની ૩૯ સે.મી.ની તામ્રવર્ણ પદ્માસનસ્થ મૂર્તિ છે. (૩) મહાજનપટ્ટીમાં શ્રી નેમિનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર છે. (૪) મહાજનપટ્ટીમાં શ્રી સુમતિનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર છે. (૫) મહાજનપટ્ટીમાં શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. (૬) મહાજનપટ્ટીમાં શ્રી પદ્મપ્રભુસ્વામીનું શિખરબંધી દેરાસર છે. (૭) રેલ્વે પાટાની બાજુમાં શ્રી સંભવનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર છે. તેમાં મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનની મૂર્તિ બહુ મોટી અને ભવ્ય છે. આ દેરાસરમાં શ્રી મલ્લિનાથ ભગવાનની પાનાની લીલા રંગની-૧, રત્નની સફેદ રંગની-૨૪, કસોટી પાષાણની શ્યામ રંગની-૧૩ અને ચાંદીની પ્રતિમાઓ-૫૦ આવેલી છે. (૮) રામબાગમાં શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org