________________
૩૦૯
ભારતના મુખ્ય જૈન તીર્થો
ચિત્રો ખુબ સુંદર છે. અત્રે ધર્મશાળા, ઉપાશ્રય તથા ભોજનશાળા છે. અત્રેથી મહિમાપુરતીર્થ, કઠગોલાતીર્થ, અજીમગંજતીર્થ જવાય છે, મુર્શીદાબાદ ૪ કિલોમીટર દૂર છે, જેનો મહેલ જોવાલાયક છે.
મુર્શીદાબાદ : ઈ.સ. ૧૮૩૭માં નવાબ હુમાયુએ બંધાવેલ આ મહેલને ૧૦૦૦ દ્વાર છે, એટલે તેનું નામ હઝારદ્વારી પાડયું છે. આ મહેલમાં નવાબના વપરાશની ચીજ – વસ્તુઓનો સંગ્રહ છે. નવાબ વિદેશી બનાવટની એક વિશિષ્ટ પ્રકારની થાળીમાં ભોજન કરતાં હતા, જેમાં કોઈપણ જાતનું ઝેરયુકત ભોજન આવે તો ખબર પડી જાય. શસ્ત્રાગાર અને પુસ્તકાલય છે.
શ્રી મહિમાપુર તીર્થ
બંગાળની પંચતીર્થીનું આ એક મુખ્ય તીર્થ છે. જિયાગંજ સ્ટેશનથી શ્રી મહિમાપુર તીર્થ ૪ કિલોમીટર દૂર છે. શ્રેષ્ઠી મહેતાબરાયજી અને તેમના પૂર્વજોએ જનકલ્યાણના અનેક કાર્યો કર્યા હતા. તેઓ દાનવીર હતા. વિ. સં. ૧૮૦૫માં રાજદરબારમાં તેઓને જગતશેઠની પદવીથી વિભૂષિત કરવામાં આવ્યાં હતાં. જગતશેઠે શ્રી સમ્મેતશિખરજી મહાતીર્થના જીર્ણોદ્વારનું કાર્ય કર્યું હતું. જગતશેઠે કસોટીના પથ્થરનું ભવ્ય દેરાસર બનાવ્યું હતું. જે ગંગાની રેતીમાં દટાઈ ગયું હતું, જેથી જગતશેઠ ફતેહચંદજીએ વિ.સ.ઈ ૧૯૩૩માં કસોટીના પથ્થરો રેતીમાંથી કઢાવી નવું દેરાસર બનાવ્યું. ભારતમાં કસોટીનું આ એકજ મંદિર છે. મંદિરમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી સુમતિનાથ ભગવાન તથા શ્રી નેમિનાથ ભગવાનની શ્યામ મૂર્તિઓ છે. થોડે દૂર કિરતબાગમાં શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર છે. જેમાં શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનની કસોટીના પાષાણની મૂર્તિ છે.
શ્રી કઠગોલા તીર્થ (નરસિંહપુર)
બંગાળની પંચતીર્થનું આ એક તીર્થ છે. જિયાગંજ સ્ટેશનથી ૩ કિલોમીટર દૂર છે. બે માઈલના વિશાલ વિસ્તારમાં સુંદર બગીચાની વચ્ચે આ તીર્થ છે. ભવ્ય દેરાસ૨ છે. જેમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org