SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન શ્રી ઋષભદેવ ૧૫ અવસ્થામાં, ત્રેસઠ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં રહ્યા. એક હજાર વર્ષ છદ્મસ્થ પણે વિહર્યાહતા. એક લાખ પૂર્વલગભગ કેવળી અવસ્થામાં રહ્યાં. એકંદરે ચોર્યાશીલાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી શેષ રહેલા અધાતી કર્મોનો નાશ કરી પ્રભુ સંસારથી સર્વથા મુકત થયા. અવસર્પિણી કાળના સુષમા દુષમા નામના ત્રીજા આરાના નેવ્યાશી પખવાડિયા બાકી હતા ત્યારે પ્રભુ અષ્ટાપદ પર્વત ઉપર પથંકાસને છઠ્ઠના તપયુકત પોષ વદ તેરશે નિર્વાણ પામ્યા. ઇન્દ્રાદિ દેવો પણ અત્યંત ખેદ પામ્યા. આખરે સ્વસ્થ થઈ ઇન્દ્રે અન્ય દેવોનો સાથ લઈ પ્રભુના અલૌકિક દેહનો અંતિમ સંસ્કાર કર્યો. પ્રભુ સિદ્ધ થયા. મુકત થયા. તેમની સાથે હજારો જીવો અને પૂરો પરિવાર પ્રભુના માર્ગને અનુસરી સંસારની યાત્રા સમાપ્ત કરી મુકત થયા. ધન્ય તે વેળા ! ધન્ય તે સમયના માનવીઓ ! હવે ભરતજીનો વારો ભરતજી અષ્ટાપદ પર્વત પર અને અન્યત્ર વિરાજમાન પિતાજીને વંદન કરવા જતા, ભગિનીઓ, અનુજ બંધુઓ, પુત્ર, પુત્રીઓ સૌને મુનિપણામાં જોતા અને પોતાના પદની તેમને તુચ્છતા ભાસતી. હવે ભરતજીને રાજ્યના કામમાં રસકસ નથી. અંતરમાં વ્યથા છે, અરે ! આ વૈભવથી જન્મમરણ સમાપ્ત થશે ? ભરતરાજા ચક્રવર્તી પદ પામ્યા હતા પણ તે પ્રજ્ઞાવંત હતા, અત્યંત વૈભવમાં જાગ્રત હતા. સંસા૨થી છૂટવાના કામી હતા. ઋષભદેવના નિર્વાણ પછી તેમની ઉદાસીનતા ઘેરી બની હતી. તેમાં એક દિવસ અરીસા ભવનમાં શરીરને સજાવતા એક આંગળી અડવી જોઈને, બીજા અલંકારો પણ ઉતારી નાંખ્યા અને વિચારવા લાગ્યા કે સાચું સૌંદર્ય શું છે? આવી ભાવનાના સૂક્ષ્મ ચિંતનમાં, વૈરાગ્ય ભાવના ચ૨મ સીમાએ પહોંચી અને કેવળજ્ઞાન પામ્યા. ચક્રવર્તીના અમૂલ્ય વૈભવનો ત્યાગ કરી તે પણ પિતાને પંથે પ્રયાણ કરી ગયા. પૂરો પરિવાર કલ્પાંત કરી ઊઠ્યો. પ્રજાએ આંસુનો ધોધ વહાવ્યો. ભરતજીએ આખરે સૌને શાંત પાડયા : તમે દુઃખી ન થાવ. સૌ પ્રેમથી સંસારને નિભાવજો. આત્મ શ્રેય કરજો, અને ભરતજી એકાકી ૫૨માર્થ પંથે સંચર્યા. પ્રભુનો સ્વજન પરિવાર પ્રભુનો પુણ્યવંતો પરિવાર પ્રભુને જ પંથે વળ્યો. સો પુત્રો, બે પુત્રી, સેંકડો પૌત્રો, પૌત્રીઓ, મોક્ષ પામ્યા અને કરુણામયી માતા મરુદેવાએ તો પ્રથમ જઈને મોક્ષના દ્વાર ખુલ્લા મૂકી દીધા. પ્રભુનો પરમાર્થપંથી પરિવાર ચોર્યાશી ગણધરો, ચોર્યાશી ગણ, ચોર્યાશી હજાર સાધુઓ, વીસ હજાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy