________________
૩૦૬
શ્રી ચંપાપુરી તીર્થ ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, મોક્ષ પાંચ કલ્યાણકોની આ પાવન ભૂમિ છે. આ એક જ એવું તીર્થક્ષેત્ર છે જ્યાં પ્રભુના પાંચે કલ્યાણકો એક જ સ્થળે થયાં છે. ગંગા નદીના કિનારે આવેલ છે.
અહીં રાજા વસુપૂજ્ય રાજ્ય કરતા હતા, તેમની રાણીનું નામ જયાદેવી હતું. રાણી જયાદેવીએ તીર્થકર જન્મસૂચક ૧૪ મહાસ્વપ્નો જોયાં, તે જ ક્ષણે શ્રી વાસુપૂજ્ય સ્વામીનો જીવ માતા જયાદેવીની કુખમાં પ્રવેશ્યો. (જેઠ સુદ-૬) ગર્ભકાળ પૂરો થતાં, માહ વદ-૧૪ના દિવસે પરમાત્માનો જન્મ થયો. બાળકનું નામ વાસુપૂજ્ય રાખવામાં આવ્યું. ઇન્દ્રાધિદેવોએ જન્મકલ્યાણક મહોત્સવ ઉજવ્યો. યોવનવસ્થા પ્રાપ્ત થતાં સંસારને અસાર સમજીને વરસીદાન દેતાં છતપ સાથે મહા વદ અમાસને દિવસે દીક્ષા ગ્રહણ કરી, વિહાર કરતાં કરતાં અહીં ઉદ્યાનમાં પધાર્યા અને પાટલવૃક્ષ નીચે ધ્યાનાવસ્થામાં મહા સુદ-૨ના દિવસે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ધર્મોપદેશ દેતાં પ્રભુએ અષાઢ સુદ-ચૌદસના દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં છસો મુનિઓ સાથે અનશનવ્રતમાં અહી જ મુકિત પદ પ્રાપ્ત કર્યું.
આ એક વિરાટ નગરી હતી. યુગાધિદેવ શ્રી આદીશ્વર ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી મહાવીરસ્વામી ભગવાનના પદાર્પણ પણ આ ભૂમિમાં થયા હતાં, ભગવાન મહાવીરે ત્રીજું અને બારમું ચાતુર્માસ આ નગરીમાં કર્યું હતું. પ્રભુ મહાવીરના પટ્ટધર શ્રી સુધર્માસ્વામી અને જખ્ખસ્વામીએ અહી પદાર્પણ કર્યા હતાં.
મગધનરેશ શ્રી શ્રેણિકના પુત્ર રાજા કુણિક (અજાતશત્રુ)ના રાજ્યકાળમાં આ એક અતિ સુંદર અને સમૃદ્ધ નગરી હતી.
ભગવાન મહાવીરના પરમભકત શ્રાવક કામદેવ, શ્રી સુદર્શન શેઠ, મહારાજા શ્રીપાળ, સતી ચંદનબાળા, સતીસુભદ્રા, દાનવીર કર્ણ, રાજા દધિવાહન, કરકણ વગેરે અહી થઈ ગયાં. | શેઠ સુદર્શનને અભયારાણીના આળથી શૂળી પર ચઢાવવામાં આવ્યા હતાં. પરંતુ મહામંત્ર નવકારના પ્રભાવથી શૂળી સિંહાસનમાં ફેરવાઈ ગઈ હતી. શેઠ સુદર્શને દીક્ષા લીધી, કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પાટલીપુત્રમાં (પટણામાં) ગુલઝારબાગમાં તેઓ કાળધર્મ પામી મોક્ષે સિધાવ્યા. રાજા શ્રીપાળ-મયણાસુંદરી :
ધર્મ કે મુનિભગવંતની કદી નિંદા કે અપમાન કરવું નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org