________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૩૦૩ પ્રસન્નતા માટે રાજા સમરવીરની પુત્રી શ્રી યશોદાદેવી સાથે તેમના લગ્ન થયાં. શ્રી યશોદાદેવીની કુખે પ્રિયદર્શના નામની કન્યાનો જન્મ થયો, જેનો વિવાહ પ્રભુના બેન સુદર્શનાના પુત્ર જમાલી સાથે કર્યો. પ્રભુ જ્યારે ૨૮ વર્ષના થયા, ત્યારે તેમના માતા-પિતાનો દેહાંત થયો અને પ્રભુના ભાઈ શ્રી નંદીવર્ધને રાજ્યભાર સંભાળ્યો. પ્રભુએ રાજ્યસુખનો, ત્યાગ કરી પ્રસન્નચિત્તે વરસીદાન આપી જ્ઞાતખંડ' ઉપવનમાં જઈ વસ્ત્રાભૂષણનો ત્યાગ કરી, પંચમુષ્ટિ લોચન કરી, કારતક વદ-૧૦ના શુભ દિને ૩૦ વર્ષની ઉંમરે અતિ કઠોર દીક્ષા અંગિકાર કરી. એ જ સમયે પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. ઈન્દ્ર દેવદુશ્ય અર્પણ કર્યું.
વિ. સં. પૂર્વે-૫૧૩ વર્ષ, કારતક વદ-૧૦ સોમવાર ૨૯ ડિસેમ્બર ઈ. પૂર્વે - ૫૬૯
દીક્ષા લીધા પછી પ્રભુને અનેક ઉપસર્ગ સહન કરવા પડયાં. પ્રભુએ નિડરતા, ધર્મવીરતા, સહનશીલતા, માનવતા, નિર્ભયતા અને દયા બતાવીને વિશ્વમાં માનવધર્મ માટે એક નવીન તાજગી આપી.
લછવાડમાં વિશાલ ધર્મશાળા, ભોજનશાળા તથા ભગવાન મહાવીર સ્વામીનું શિખરબંધી પ્રાચીન મંદિર છે. જેમાં પાષાણની-૧ અને ધાતનીમૂર્તિઓ છે. લકવાડથી તળેટી ૫ કિલોમીટર દૂર છે. તળેટીમાં ભગવાનના ચ્યવન, જન્મ અને દીક્ષા કલ્યાણકોના મંદિરો છે. ત્રણે મંદિરોમાં ભગવાનની એક એક મૂર્તિ છે. દીક્ષા કલ્યાણકની આ પવિત્ર ભૂમિ છે. ગિરિરાજનું પાંચ કિલોમીટર ચઢાણ છે. માર્ગમાં પુષ્કળ વનરાજી તથા નાના પાણીનાં ઝરણાં વગેરે આવે છે. ક્ષત્રિયકુંડ ગિરિરાજ ઉપર ભવ્ય મંદિર છે. ચારેકોર વનરાજી અને પહાડ છે. મંદિરની અંદર ભગવાનના મોટા ભાઈ રાજા નંદિવર્ધને પહાડના પથ્થરમાંથી બનાવેલી ભગવાન મહાવીરની ૬૦ સે.મી. ની પ્રાચીન ભવ્ય મૂર્તિ છે. દેરાસરની બહાર ફુલોની વાડી છે, જેમાં દરેક રંગના ગુલાબના ઝાડ છે. પહાડ ઉપર આવેલ આ તીર્થ ખુબ રળિયામણું છે. પ્રભુના ચ્યવન અને જન્મ કલ્યાણક આ પાવન ભૂમિમાં થયા હતા.
નજીકમાં અનેક પ્રાચીન ખંડેરો છે. કુમારગ્રામ, માહણકુંડ ગ્રામ, બ્રાહ્મણકુંડ ગ્રામ, મોરાક વગેરે છે.
પ્રભુએ પોતાના જીવનકાળના ત્રીસ વર્ષ આ પવિત્રભૂમિમાં વ્યતીત કર્યા હતા. જેથી આ ભૂમિનો કણે કણ પવિત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org