________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૨૯૭ ચંપાપુરીને રાજધાની બનાવી ત્યાં રહેવા ગયા.
સુવર્ણભંડારઃ સુવર્ણગિરિ પહાડ સામે રાજા શ્રેણિકનો ભંડાર આવે છે. ગુફા જેવા આ ભંડારને બે માળ હતા. કહેવાય છે કે તેને તોડવા ઘણા પ્રયત્નો કર્યા પણ તૂટતો નથી. (૫) વૈભારગિરિ : પગથિયાં પ૬પ છે.
- આ પાંચમો પહાડ કહેવાય છે. તળેટીમાં બ્રહ્મકુંડ વગેરે કુંડો છે. આ પહાડ ઉપર ભગવાન મહાવીરના અગિયાર ગણધરો સાધના કરી સિદ્વિપદ પામ્યા છે. (મોક્ષે ગયા છે.) દેરાસરોની પાછળના ભાગમાં રોહિણિયા ચોરની ગુફા છે. વૈભારગિરિ ઉપર બે મંદિરો છે. (૧) શ્રી શાંતિનાથ ભગવાન (૨) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન તથા શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી નેમિનાથ ભગવાનની ચરણ પાદુકાઓ છે. ૧૧ ગણધરોની ચરણપાદુકાઓ છે. બાજુમાં પ્રાચીન મંદિરના ખંડેરો તથા પ્રાચીન પ્રતિમાજીઓ છે. પહાડથી થોડે નીચે ઉતરતાં જમણી બાજુએ એક શિખરબંધી મંદિર છે, જેમાં ધના શાલિભદ્રની મૂર્તિઓ છે. આ પવિત્ર ભૂમિ ઉપર ધન્ના શાલિભદ્ર માસક્ષમણ કરી, અનશન કરી મોક્ષે ગયા હતા.
શ્રી મહાવીરસ્વામી ભગવાને રાજગૃહીનાનાલંદાપાડામાં ૧૪ચાતુર્માસ કર્યા હતા. રાજા શ્રેણિક ભગવાન મહાવીરના પરમ ભકત હતા, તેઓશ્રી અત્યંત ધર્મનિષ્ઠ અને દયાવાન હોવાથી તેમના દ્વારા થયેલા શુભકાર્યોથી તેઓએ તીર્થકર ગૌત્ર બાંધ્યું. તેઓ આવતી ચોવીસીમાં શ્રી પદ્મનાભ નામના પહેલા તીર્થંકર થશે.
મહારાજા શ્રેણિક, અભયકુમાર, અજાતશત્રુ, મેઘકુમાર, હલ્લ-વિહલ્લ, નદિષેણ, પુણિયોશ્રાવક, મમ્મણશેઠ, મોતાર્ય, અભુતા, ઘન્ના-શાલિભદ્ર, અર્જુનમાલી, કયવના શેઠ, શ્રી જંબુસ્વામી, શ્રી પ્રભાષ,શ્રી શÀભુસૂરી, જરાસંઘ વગેરેની આ જન્મભૂમિ છે.
પાંચે પહાડોના કણેકણ મહાન પવિત્ર છે. • જોવાલાયક સ્થળો : (૧) અજાતશત્રુનો કિલ્લો (૨) અજાતશત્રુનો સૂપ (૩) આમ્રવન (૪) વેણુવન (૫) ઝરણાંઓ - ૧૩ ઝરણાંઓ છે. (૬) બુદ્ધમંદિરો (૭) વીરાયતન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org