________________
૨૯૬
શ્રી રાજગૃહી તીર્થ ગુદ્ધકૂટ પહાડઃ રત્નગિરિથી ઉદયગિરિ જતાં રસ્તામાં ગુઢકૂટ પહાડ આવે છે. જેના ઉપર રોપવે છે તથા ઉપર ભગવાન બુદ્ધનું ભવ્ય મંદિર છે, કહેવાય છે કે આ પહાડ ઉપર ભગવાન બુદ્ધ અનેકવાર પધાર્યા હતા અને દેશના આપી હતી અને લાબો કાળ વસવાટ કર્યો હતો. (૩) ઉદયગિરિ : પગથિયાં ૭૮૨ છે.
રત્નગિરિથી ઉદયગિરિ ૩ કિલોમીટર દૂર છે. ઉદયગિરિ ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. જેમાં શ્રી શામળિયા પાર્શ્વનાથભગવાનની મનોહર મૂર્તિ બિરાજમાન છે. તેમની આજુબાજુમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનની ચરણ પાદુકાઓ છે. ચારે બાજુની ચાર દેરીઓમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી આદીશ્વર ભગવાન, શ્રી નેમિનાથ ભગવાન, શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાનની ચરણપાદુકાઓ છે. રાજગૃહીના બધા મંદિરોમાં આ સૌથી પ્રાચીન મંદિર છે.
(૪) સુવર્ણગિરિ ઉદયગિરિથી ઉતરીને સુવર્ણગિરિ ઉપર ચઢાય છે. તળેટીમાં સપ્તધારા ગરમ પાણીના કુંડ છે. શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર છે, જેમાં શ્રી ઋષભદેવ ભગવાનની પરિકરવાની શ્યામ પાષાણની મૂર્તિ છે તથા બે ચરણપાદુકાઓ છે. કાલશિલા” આવે છે, જેના ઉપર નિર્ગથ મુનિઓ તપશ્ચર્યા કરી સિદ્ધિપદને પામ્યા છે.વૈભારગિરિ જતાં મણિયાર મઠ આવે છે.
મણિયાર મઠઃ જેને નિર્માલ્ય કુપ પણ કહે છે. રિદ્ધિસંપન્ન શ્રેષ્ઠિ શ્રી શાલિભદ્રજીના પિતા દેવલોકમાંથી હંમેશા પુત્ર અને ૩૨ પુત્રવધુઓ માટે ૩૩ પેટીઓ વસ્ત્ર અને અલંકારની મોકલતા હતા. જેનો હંમેશા ઉપયોગ કરી આ કુવામાં ફેંકી દેવામાં આવતા.
બિંબસાર બંદીગૃહમણિયાર મઠથી ૧કિલોમીટર દૂર છે. ઉદયગિરિથી - સુવર્ણગિરિ આવતાં રસ્તમાં ખંડેર આવે છે. મહારાજા શ્રેણિકને ત્રણ પુત્રો હતા. અભયકુમાર, વારિપેણ અને અજાતશત્રુ (કુણિક) અભયકુમાર અને વારિણે દીક્ષા ગ્રહણ કરી. અજાતશત્રુએ કોઈની ચઢવણીથી રાજા શ્રેણિકને કેદ કરી અહી કારાવાસમાં પૂર્યા હતા. અજાતશત્રુને પોતાની ભૂલ સમજાઈ અને રાજા શ્રેણિકને જેલમાંથી છોડી દેવા ગયા. રાજા શ્રેણિક અજાતશત્રુ પોતાને મારવા આવે છે તેમ સમજીને પથ્થરો સાથે માથું પછાડીને મૃત્યુ પામ્યા. અજાતશત્રુને ખૂબ જ પશ્ચાતાપ થયો. દુઃખ સહન ન થવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org