________________
૨૯૫
ભારતના મુખ્ય જૈન તીર્થો પ્રાચીન નગરી છે. રાજગૃહીમાં રાજા સુમિત્ર રાજ્ય કરતા હતા. તેમને પદમાવતી નામે પટરાણી હતા, તેમના ઘરે વૈશાખ વદ-૯ ના દિવસે વીસમાં તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીનો જન્મ થયો. શ્રી મુનિસુવ્રતસ્વામીએ કેટલાય વર્ષો સુધી રાજ્યસુખ ભોગવી, વરસીદાન દઈ ફાગણ સુદ-૧૨ના રોજ રાજગૃહીના નિલગુહા ઉદ્યાનમાં એક હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. ચિરકાળ વિહાર કરતાં માહ વદ - ૧૨ના રોજ રાજગૃહીમાં ચંપાવૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ રીતે શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ચાર કલ્યાણકોની આ પવિત્ર ભૂમિ છે.
રાજગૃહી ગામમાં મુખ્ય દેરાસરમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રાચીન તથા નવી મૂર્તિઓ છે. આગળ પ્રાચીન મૂર્તિ છે, જ્યારે પાછળ નવી મૂર્તિ છે. દેરાસરની બાંધણી શેરીસાના દેરાસર જેવી છે. દેરાસરમાં પ્રાચીન પ્રતિમાજીઓ છે. દેરાસરની પાછળ મંદિરમાં શ્રી ગૌતમ સ્વામીની પ્રાચીન મૂર્તિ છે.
બાજુમાં બે વિશાલ ધર્મશાળાઓ તથા ભોજનશાળા છે, અને દિગંબર મંદિર તથા દિગંબર ધર્મશાળાઓ પણ છે. • અત્રે નીચે મુજબ પાંચ પહાડો છે. (૧) વિપુલગિરિ : પગથિયાં ૫૫૫ છે.
(૧) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના ચાર કલ્યાણકોનું મંદિર છે. (૨) સમવસરણની રચનાવાળું શ્રી મહાવીર સ્વામી ભગવાનનું મંદિર છે. (૩) ચન્દ્રપ્રભસ્વામી ભગવાનનું મંદિર છે. (૪) શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર છે, જેમાં અરણિકમુનિની ઊભી મૂર્તિ છે. (૫) એક દેરીમાં અર્ધમત્તામુનિની પાદુકા તથા કમલપત્ર ઉપર ભગવાન મહાવીરની પાદુકાઓ છે. (૨) રત્નગિરિ : પગથિયાં ૧૨૭૭ છે.
વિપુલગિરિ પહાડથી ઉતરીને ચઢીને રત્નગિરિ જવાય છે. આ પહાડ ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે જેમાં શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન, શ્રી નેમિનાથ ભગવાનની ચરણ પાદુકાઓ છે. વિપુલગિરિથી ઉત્તરાણ કઠિન છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org