________________
૨૮૦
શ્રી રત્નપુરી તીર્થ
- IE
:
આ તીર્થની પ્રાચીનતા પંદરમાં તીર્થકર શ્રી ધર્મનાથ સ્વામી ભગવાનથી પ્રારંભ થાય છે. ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ચાર કલ્યાણકો આ પવિત્ર ભૂમિમાં થયા હતા. આજનું રોનાહી ગામ એ સમયે રત્નપુરી નામની વિરાટ નગરી હતી. અયોધ્યાથી બાસબકી માર્ગ પર આ સ્થળ ૨૪ કિલોમીટર દૂર છે. નજીકનું રેલ્વે સ્ટેશન સોહાવલ છે. જ્યાંથી આ તીર્થ બે કિલોમીટર દૂર છે, અને શ્રી ધર્મનાથ સ્વામી ભગવાનના શ્વેતાંબર તથા દિગંબર મંદિર છે. શ્વેતાંબર મંદિરમાં શ્રી ધર્મનાથસ્વામી ભગવાનની ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાનની ભેગી શ્યામ ચાર ચરણ પાદુકાઓ છે.
ઉત્તરપ્રદેશમાં ફરૂખાબાદ જીલ્લામાં કાયમગંજ રેલ્વે સ્ટેશનથી ૧૦ કિલોમીટર દૂર શ્રી કમ્પિલાજી તીર્થ આવેલું છે. દેવાધિદેવ તેરમા તીર્થંકર શ્રી વિમલનાથ ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ચાર કલ્યાણકો આ પવિત્ર ભૂમિમાં થયા હતા.
વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના સમયમાં અહીંના રાજા ઈસ્વાકુવંશી શ્રી પદ્મનાથ થઈ ગયા, જેમણે દીક્ષા ધારણ કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પ્રતાપી અને ધર્મનિષ્ઠ દસમાં ચક્રવર્તી શ્રી હરિફેણ અહીં થઈ ગયા. - મહાભારત સમયમાં રાજા દ્રુપદની આ રાજધાની હતી. રાજા દ્રુપદની પુત્રી શ્રી દ્રૌપદીનો વિવાહ પાંડુપુત્રો સાથે થયો હતો. સોળ સતીઓમાં
સ્થાન મેળવનાર સતી દ્રૌપદીનું આ જન્મસ્થાન હતું. તેઓએ અંત સમયમાં દિશા લઈ શ્રી શત્રુંજ્ય મહાતીર્થ પર દેવગતિ પ્રાપ્ત કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org