SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ર શ્રી લખનૌ તીર્થ મંદિરમાં રંગ-બેરંગી મીનાકારી કામ સુંદર રીતે કરેલું છે, મંદિરમાં મૂળનાયક શ્રી ધર્મનાથ ભગવાન છે, બીજી એક આરસની મૂર્તિ તથા ૧૧ પંચધાતુની પ્રતિમાજીઓ છે. આ મંદિર શેઠ રૂગનાથ પ્રસાદજી ભંડારીએ સંવતઃ ૧૯૩૦માં બંધાવ્યું હતું. મંદિરમાં પ્રવેશતાં જમણી બાજુએ નાનો સરખો બગીચો, હોજ, નાનાં પુતળા અને નાનકડું સંગ્રહસ્થાન છે. મંદિરની સામે ધર્મશાળા છે. બીરહાના રોડ ઉપર ઉપાશ્રય-દેરાસર નવા બનાવેલ છે. ગરમ કાપડ તથા ખાંડનો મુખ્ય વેપાર છે. અહી ગુજરાતી સમાજ તરફથી ઉતરવા માટે ગેસ્ટ હાઉસ છે. પુરાની દાલમંડી, કેનાલ રોડ, કાનપુર (સ્ટેશનથી ૨ કિ.મી. દૂર છે.) અત્રે જોવાલાયક સ્થળમાં જે. કે. મંદિર ખુબ સુંદર છે. રાધા-કૃષ્ણની મૂર્તિ છે. ગંગાજીમાં નૌકામાં લોકો ફરવા જાય છે. અહીંના જામફળ વખણાય છે. દિલ્હીથી ફ૪૭ કિ.મી. દૂર છે, આગ્રાથી ૩૬૯ કિ.મી. દૂર છે. ઉત્તરપ્રદેશની રાજધાનીનું નગર લખનૌ ગોમતી નદીના કિનારે વસેલું છે. સિરાજ-ઉદ્-દૌલા ફૌઝાબાદની રાજગાદી પર હતા ત્યારે તેઓએ લખમણ કિલ્લાના નામથી ઓળખાતા નાના ગામડા પાસે લખનૌ શહેર વસાવ્યું અને પોતાની રાજધાનીનું શહેર બનાવ્યું. અત્રે ૨૦ જૈન મંદિરો આવેલાં છે. ઠાકોરગંજ : (૧) દાદાવાડીમાં શ્રી આદીશ્વર ભગવાનું શિખરબંધી દેરાસર. (ર) શ્રી શાંતિનથ ભગવાનનું દેરાસર. (૩) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર. (૪) શ્રી સીમંધરસ્વામી ભગવાનનું દેરાસર. (૫) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું શિખરબંધી દેરાસર ચુડીવાલીગલી ખનખનજી રોડ : (૧) શ્રી અરનાથ ભગવાનનું ઘર દેરાસર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy