________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૨૫
હસ્તે સંવત : ૧૬૩૯માં વિરાટ મહોત્સવ સાથે થઈ હતી. મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથની યસવ નામના કીંમતી પાષાણમાંથી બનેલી મૂર્તિ છે. પાસે જ ચોકમાં સભામંડપમાં શ્રી શીતલનાથ ભગવાનની શ્યામવર્ણી ચમત્કારી ભવ્ય પ્રાચીન પ્રતિમાજી છે. બાજુમાં ધર્મશાળા તથા આચાર્યશ્રી હીરવિજયસૂરિજીનો ઉપાશ્રય છે.
મોગલસમ્રાટ અકબરે આચાર્યશ્રીના ઉપદેશથી પ્રભાવિત થઈ પર્યુષણ મહાપર્વમાં શ્રાવણ વદ-દસમથી ભાદરવા સુદ-છઠ્ઠ સુધી જીવહિંસા બંધ કરવા જેવાં અનેક ફરમાનો બહાર પાડ્યાં હતા. જગદ્ગુરુ આચાર્ય શ્રી હીરવિજયસૂરિજીએ સમ્રાટ અકબરની મુલાકાત સંવત : ૧૬૩૯માં લીધી ત્યારથી તે નગરશેઠ શાંતિદાસ સહસકરણ ઝવેરીનો સ્વર્ગવાસ થયો, ત્યાં સુધી વિ.સ. ૧૭૨૫ સુધીના આશરે પોણોસો વર્ષ જેટલાં લાંબા ગાળા દરમિયાન સમ્રાટ અકબર વગેરે પાંચ મોગલ બાદશાહો તરફથી જૈનસંઘને એટલે આચાર્યશ્રી હીરવિજયસૂરિજી વગેરે આચાર્યોને તેમજ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને જૈનતીર્થોના હક્ક તથા રક્ષણ માટેના નવ-ફરમાનો મળ્યા હતા, જે પૈકી સાત ફરમાનો અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે છે.
મોગલસમ્રાટ અકબરે આચાર્યશ્રી હીરવિજયસૂરિજીને અહીં જ રાજ્યદરબારમાં સન્માન પૂર્વક 'જગદ્ગુરુ' પદથી વિભૂષિત કર્યા હતા. સમ્રાટ અકબરે પોતાનો અમૂલ્ય ગ્રંથભંડાર આચાર્યશ્રીને ભેટ આપ્યો હતો. એ ગ્રંથભંડારનું "અકબરીયા ગ્રંથ ભંડાર” એવું નામ આપ્યું હતું. આચાર્યશ્રીએ ધર્મપ્રભાવનાનાં વિશિષ્ટ કાર્યો કર્યા જે સદીઓ સુધી યાદ રહેશે.
અકબરના દરબારમાં સન્માન પ્રાપ્ત શ્રેષ્ઠી શ્રી માનસિંહ સંઘવી, શ્રી ચન્દ્રપાલ, શ્રી હીરાનંદ, શ્રી થાનસિંહ, શ્રી દુર્જનશલ્ય આદિ શ્રાવકોએ અનેક મંદિરો બંધાવ્યાં હતા. જેની પ્રતિષ્ઠા આચાર્યશ્રીના હસ્તે થઈ હતી. સમ્રાટ જહાંગીરના મંત્રી શેઠ કુંવરપાલ લોઢા અને શેઠ સોનપાલ લોઢાએ અહીં શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું વિશાલ મંદિર બંધાવ્યું હતું.
સમ્રાટ અકબરના પુત્ર જહાંગીર તથા પૌત્ર શાહજહાંએ પણ આચાર્યશ્રી હીરવિજયસૂરિજીના શિષ્યોને પોતાના ધર્મગુરુ માન્યાં હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org