________________
૨૬૨
દિલ્હી માણસો બેસી શકે, બીજું રાજપરિષદ ભવન જેમાં ૨૦૦ માણસો બેસી શકે અને ત્રીજું ભવન ૧૨૦ માણસો બેસી શકે એવડું છે - (૪) કેન્દ્રીય સચિવાલય : યાને (સેન્ટ્રલ સેક્રેટરિયટ) દુનિયાનાં સરકારી કાર્યાલયોમાં સૌથી મોટું ભવન ગણાય છે.
() રાષ્ટ્રપતિભવન : દુનિયાની સૌથી સારી ઇમારતો પૈકીની આ ઈમારત છે. અંદરથી સજાવટ ઘણી સુંદર છે. કેન્દ્રીય વિશાલ સભા ભવન, ૩૪૦ કમરાઓ, ૨૨૭ સ્તંભો, એમાંનું ફર્નિચર-સજાવટ વગેરે સુંદર છે. ૩૩૦ એકર જમીનમાં આ ઈમારત આવેલી છે. ૧૨ એકર જમીનમાં વિશાલ સુંદર બગીચો છે. ૨૬ કર્મચારીઓ માટેના આવાસો છે.
() કુતુબમિનાર : તેરમી સદીમાં ગુલામ વંશના પ્રથમ શાસક કુતુબ-ઉદ્-દ્દીન ઐબકે બંધાવેલ મિનારો. પાંચ માળ છે. ૩૯૭ પગથિયા છે. મિનારાની ઊંચાઈ ૨૩૪ ફૂટ છે.
(૭) બિરલા હાઉસ. * (2) બિરલા મંદિર.
(૯) અશોક સ્તંભ, ફિરોજશા કોટલા-રમતગમતનું મેદાન. (૧૦) પુરાણા જિલ્લા (૧૧) પ્રાણી સંગ્રહાલય-જેમાં સફેદ વાઘ પણ છે. (૧૨) રાષ્ટ્રીય સંગ્રહાલય. (૧૩) રેલ્વે સંગ્રહસ્થાન. (૧૪) નેશનલ આર્ટ ગેલેરી.
(૧૫) હૈઝ ખાસ-ઇ.સ. ૧૩૦૫માં અલ્લાઉદ્દીન ખિલજીએ બંધાવેલું મોટું જળાશય.
(૧૬) ઢીંગલીઘર - દેશ-વિદેશની ઢીંગલીઓનો અનોખો સંગ્રહ, ૮૫ દેશોની ૬,૦૦૦ ઢીંગલીઓ છે. નહેરુ હાઉસ, બાલભવન, બાલઉદ્યાન.
(૧૭) ઇન્ડિયાગેટ – પ્રથમ વિશ્વયુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની યાદમાં બંધાયેલો દરવાજો છે.
(૧૮) શ્રી જવાહરલાલ નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ -તીનમૂર્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org