________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
દિલ્હીમાં જોવાલાયક સ્થળો :
(૧) ઐતિહાસિક લાલકિલ્લો : પાંચમાં મોગલસમ્રાટ શાહજહાં ગાદી ઉ૫ર આવ્યાં, તેમણે પોતાના માટે નવી રાજધાની આગ્રાને બદલે દિલ્હી નજીક યમુના નદીના જમણા કિનારા પર બનાવી, તેનું નામ શાહજહાંબાદ આપ્યું. રાજધાનીમાં પ્રવેશવા માટે લાલ પથ્થરમાંથી કિલ્લો બનાવ્યો. જેનું નામ લાલકિલ્લો આપ્યું. ઇ. સ. ૧૬૩૯ થી ૧૬૪૮ દરમિયાન ભવ્ય લાલકિલ્લો બન્યો. ત્યારપછી બસો વર્ષ સુધી તે મોગલ સમ્રાજ્યની સત્તા, વૈભવ અને ગૌરવગાથાનું પ્રતીક બની રહ્યો. વિશ્વમાં સુંદરશાહીમહેલ તરીકે નામના ધરાવનાર આ કિલ્લાના બાંધકામમાં એ જમાનામાં એક કરોડ રૂપિયા ખર્ચ થયો હતો. અષ્ટકોણમાં બંધાયેલા આ કિલ્લાની દીવાલો ૨.૪૧ કિલોમીટરના ઘેરાવામાં ફેલાયેલી છે. દીવાલો ૧૮ મીટર ઊંચી છે. શહેર તરફ પડતી કિલ્લાની દીવાલ ૩૩.૫ મીટર ઊંચી છે. તેના મુખ્ય બે પ્રવેશદ્વાર છે. લાહોરગેટ અને દિલ્હીદ૨વાજો. કિલ્લાની ચારે તરફ ૭૫ ફૂટ પહોળી અને ૩૦ ફૂટ ઊંડી ખાઈ છે. લડાઈ વખતે દુશ્મનો કિલ્લામાં સહેલાઈથી પ્રવેશી ન શકે તે માટે ખાઈમાં પાણી ભરી દેવામાં આવતું.
૨૬૧
દીવાન-એ- આમ : જ્યાં લોકદરબાર ભરાતો અને દીવાન-એ ખાસ જ્યાં પસંદગીના માનવીઓ માટે મંત્રણા કરવાનો ખંડ હતો. આવી બે ભવ્ય ઇમારતો લાલકિલ્લામાં આવેલી છે. તથા રંગમહેલ, મુમતાજનો શિશમહેલ, ઔરંગઝેબની બંધાવેલ મસ્જિદ, મીનાબજાર, મોગલ ગાર્ડન્સ તેમજ ધ્વનિ-પ્રકાશ કાર્યક્રમ જોવાલાયક છે. 'દીવાન-એ-ખાસ'માં મયુરાસન પર બેસી મોગલ બાદશાહોએ હિંદુસ્તાન ઉપર રાજ કર્યું હતું.
(૨) જંતરમંતર : ઇ. સ. ૧૭૪૨માં જયપુરના રાજા જયસિંહે એ કાળે સૂર્ય અને ચંદ્રની ગતિ માપવા માટે આ સ્થાન બનાવેલું છે. પ્રયોગ શાળામાં આશ્ચર્યજનક પદ્ધતિએ છ ગ્રહોની રચના કરેલી છે.
(૩) સંસદભવન : (પાર્લામેન્ટ હાઉસ) આ ભવન ગોળાકારે છે, જેનો ઘેરાવો અડધા માઈલનો છે. આમાં ૧૪૪ ફૂટ ઊંચા સ્તંભો છે. આમાં અલગ-અલગ ત્રણ મોટા હોલ છે. પહેલું વિધાનસભા ભવન, જેમાં ૪૦૦
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org